ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફરહાન અખ્તરના પરિવારના ડ્રાઇવરે ₹12 લાખની કરી છેતરપિંડી,માતા હની ઇરાનીએ કરી પોલીસ ફરિયાદ

ફરહાન અખ્તરના માતા અને જાણીતા ફિલ્મ નિર્માતા-લેખક હની ઈરાનીના ડ્રાઈવર વિરુદ્ધ મુંબઈ પોલીસે ₹12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે
09:34 PM Oct 04, 2025 IST | Mustak Malek
ફરહાન અખ્તરના માતા અને જાણીતા ફિલ્મ નિર્માતા-લેખક હની ઈરાનીના ડ્રાઈવર વિરુદ્ધ મુંબઈ પોલીસે ₹12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે
FarhanAkhtar

FarhanAkhtar ના પરિવાર સાથે છેતરપિંડીના મોટા સમાચાર સામે આવ્યા છે
ફરહાનના માતા હની ઈરાનીના ડ્રાઈવરે કરી 12 લાખની છેતરપિંડી
ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારીએ મળીને કરીને છેતરપિંડી

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર (FarhanAkhta)  ના પરિવાર સાથે છેતરપિંડીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફરહાન અખ્તરના માતા અને જાણીતા ફિલ્મ નિર્માતા-લેખક હની ઈરાની (Honey Irani) ના ડ્રાઈવર વિરુદ્ધ મુંબઈ પોલીસે ₹12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ કેસમાં ડ્રાઈવર નરેશ સિંહની સાથે એક પેટ્રોલ પંપના કર્મચારી અરુણ સિંહને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.

FarhanAkhtar ના પરિવારના ડ્રાઇવરે કરી છેતરપિંડી

નોંધનીય છે કે હની ઈરાનીના મેનેજર દિયા ભાટિયાએ 1 ઓક્ટોબર 2025ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, ડ્રાઈવર નરેશ સિંહ છેલ્લા ઘણા સમયથી બાંદ્રા સ્થિત એક પેટ્રોલ પંપ પર ફ્યુઅલ કાર્ડનો દુરુપયોગ કરી રહ્યો હતો. આ છેતરપિંડીમાં પેટ્રોલ પંપ કર્મચારી અરુણ સિંહ પણ સામેલ હતો.આરોપ છે કે ડ્રાઈવર નરેશ સિંહ અને કર્મચારી અરુણ સિંહ બંનેએ મળીને કંપનીના ફ્યુઅલ કાર્ડ્સ વારંવાર સ્વાઇપ કર્યા હતા, પરંતુ વાસ્તવમાં ગાડીમાં પેટ્રોલ ભરાવવામાં આવતું નહોતું. તેના બદલે, ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીના બદલામાં આરોપીઓ રોકડ રકમ મેળવતા હતા. આ રીતે, તેઓ કંપનીના નાણાંની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યા હતા.

FarhanAkhtarની માતા હની ઈરાનીના ડ્રાઈવરે કરી 12 લાખની છેતરપિંડી

આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વાહનના પેટ્રોલ ખર્ચના રિપોર્ટમાં ગંભીર ગડબડી જોવા મળી. તપાસમાં સામે આવ્યું કે જે ગાડીની ટાંકીની ક્ષમતા માત્ર 35 લિટરની છે, તેમાં 62 લિટર સુધી પેટ્રોલ ભરાવ્યાના ટ્રાન્ઝેક્શન્સ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે તાર્કિક રીતે અશક્ય છે. પૂછપરછ દરમિયાન, ડ્રાઈવર નરેશ સિંહે એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2025 સુધી આ છેતરપિંડી કરી હોવાનું સ્વીકાર્યું, જેમાં કુલ નુકસાન લગભગ ₹12 લાખ આંકવામાં આવ્યું છે.મુંબઈ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ ચાલુ છે.

 

આ પણ વાંચો:   ધનશ્રીના આરોપ અંગે યુઝવેન્દ્ર ચહલે તોડ્યુ મૌન?એક લાઈનમાં જ આપી દીધો જવાબ

Tags :
bollywood-newsDriver FraudFarhan AkhtarFinancial CrimeFraud CaseFuel Card ScamGujarat FirstHoney IraniMumbai PoliceNaresh Singh.
Next Article