ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh જિલ્લાના ખેડૂતોના માથે સંકટ, માંગરોળ-માળિયા હાટીમાં ધોધમાર વરસાદ

Junagadh જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદના કારણે મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ વિસ્તારના ખેડૂતોનો મગફળીનો પાક ખેતરોમાં પડ્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. આ વરસાદ ખેડૂતોના સ્વપ્નાઓને તોડી શકે છે
06:18 PM Oct 25, 2025 IST | Mujahid Tunvar
Junagadh જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદના કારણે મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ વિસ્તારના ખેડૂતોનો મગફળીનો પાક ખેતરોમાં પડ્યો છે, તો બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. આ વરસાદ ખેડૂતોના સ્વપ્નાઓને તોડી શકે છે

Junagadh :  રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નવા વર્ષ અને દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં અણધાર્યો પલટો આવ્યો છે. માંગરોળ તેમજ માળિયા હાટીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર પછી વાદળછાયું આકાશ અને અસહ્ય બફારા પછી આવેલા ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુ જેવું દ્રશ્ય રચ્યું છે. હવામાન વિભાગ (IMD)એ જૂનાગઢ જિલ્લામાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરી હતી. ખેડૂતોમાં તૈયાર મગફળી પાકને નુકસાનની ભીતિ વ્યાપી ગઈ છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના લો-પ્રેશરની અસરને કારણે આવી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ પ્રભાવિત કરી રહ્યું છે. IMDએ જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે, અને 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધી શકે છે.

Junagadh માં કમોસમી વરસાદ 

બપોર પછી જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો અને માંગરોળ, માળિયા હાટી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માળિયા હાટીના આંબેચા, ગળોદર, વડાળા જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદે ખેતરોમાં પાણી ભરાવાના કેસો જોવા મળ્યા અને માંગરોળ તેમજ ચોરવાડમાં પણ આવો જ વરસાદ થયો. IMDના અનુસાર, આગામી 24 કલાકમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધી શકે છે. જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયો છે, અને 26 ઓક્ટોબર પછી હવામાન સ્થિર થવાની આશા છે.

ખેડૂતોમાં ચિંતા અને નુકસાનની ભીતિ

આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે હાલમાં મગફળીના પાથરા ખેતરોમાં તૈયાર છે. વરસાદથી પાકને ગંભીર નુકસાન થઈ શકે છે. માંગરોળ અને માળિયા હાટી જેવા વિસ્તારોના ખેડૂતોના માથે ચિંતાના વાદળો મંડરાઈ ચૂક્યા છે. આ વરસાદના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને મોટું આર્થિક નુકશાન ભોગવવો પડી શકે છે.

માળિયાહાટીના આંબેચા, ગળોદર વડાળા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તે ઉપરાંત માંગરોળ તેમજ ચોરવાડમાં પણ વરસાદ પડ્યો છે. તેથી આ તમામ વિસ્તારોમાં મગફળીના વાવેતરમાં મોટું નુકશાન આવી શકે છે. IMDના અનુસાર, આગામી 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે, અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ રહેશે.

આ પણ વાંચો- ઝડપી ન્યાય માટે ઓનલાઈન સમન્સ, રાજ્યમાં 50%થી વધુ સમન્સની Online બજવણી

Tags :
#FarmerConcern#GroundnutCropDamage#Junagarhrain#MangrolMaliyaHati#TrewadiRituGujaratWeatherIMDForecastJunagadhUnseasonalrain
Next Article