Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ

બનાસકાંઠા જિલ્લામાં કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન થવા પામ્યું છે. સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
banaskantha  કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન  ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ
Advertisement
  • બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન
  • કરા અને વાવઝોડાના કારણે પાકને નુકસાન
  • બાજરીના ઉભા પાકને થયું નુકસાન

બનાસકાંઠા જિલ્લા (Banaskantha district) માં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ (unseasonal rains)ના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે અને વાવાઝોડા સાથે આવેલા વરસાદે (rain) અત્યારે ખેડૂતોના ખેતરમાં ઊભેલી બાજરી સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની કરી છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય આપવામાં આવે.

Advertisement

ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો

બનાસકાંઠા જિલ્લો (Banaskantha district)  એ મુખ્યત્વે ખેતી આધારિત જીલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરતી આપત્તો એક બાદ એક આવી રહી છે. તેને લઈ ખેડૂતોને વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)  માં છેલ્લા બે દિવસ અગાઉ કરા અને વાવાઝોડા સાથે પડેલા રહેલા વરસાદ (rain)ના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની માસુમ બાળકીનું મોત

ખેડૂતોની આ આશા પર વરસાદ અને વાવાઝોડાય પાણી ફેરવી નાખી

ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે અત્યારે ખેડૂતોને સૌથી મોટું બાજરીના પાકમાં નુકસાન (damage to millet crop) જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ બટાટામાં પણ મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતું. પરંતુ જ્યારે બટાટા વેચવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોને ભાવના મળતા નુકસાન ભોગવવાનો વારો આવે તો ત્યારે ફરી એકવાર ખેડૂતોએ આ નુકસાનીમાંથી પગભર બનવા માટે બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. તેમાં ખર્ચો પણ ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યો હતો. પરંતુ ખેડૂતોની આ આશા પર વરસાદ અને વાવાઝોડાય પાણી ફેરવી નાખી છે.

આ પણ વાંચોઃ ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા

વરસાદ પડતા બાજરીના પાકને નુકસાન

છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિના સમયે જે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભેલી તમામ બાજરી હાલમાં નષ્ટ થયેલી જોવા મળી રહી છે. આ અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યારે જે પ્રમાણે વાવાઝોડા અને વરસાદ(rain) ના કારણે ખેતરોમાં બાજરીની પરિસ્થિતિ સર્જાઈ છે. તેને લઈ પરિવારનું ગુજરાન કરવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. અત્યારે બાજરી તમામ જમીન દ્વસ્ત થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતો આ બાજરી નીકાળી શકે તેવી પરિસ્થિતિ પણ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને સહાય આપે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો, વાહન વ્યવહાર ખોરવાયો

Tags :
Advertisement

.

×