Rajkot: ડુંગળીની અઢળક આવકની સામે ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી
- ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર લાગી કતાર
- માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળીથી ભરેલા વાહનોની લાગી લાઇન
- ડકકડતી ઠંડીમાં યાર્ડ બહાર આખી રાત ઉભા રહેવાનો આવ્યો વારો
Onion: ડુંગળીએ રાજકોટના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. જેમાં ડુંગળીની અઢળક આવકની સામે ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત થયા છે. તેમજ ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની કતાર લાગી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી (Onion)થી ભરેલા વાહનોની લાઇન લાગી જતા ઠંડીમાં યાર્ડ બહાર આખી રાત ઉભા રહેવાનો ખેડૂતોનો વારો આવ્યો છે. બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ડુંગળીની પુષ્કળ આવકને પગલે ભાવ તળિયે બેસી ગયા છે.
હાલ ડુંગળીના ભાવ ગગડીને પ્રતિ મણના રૂપિયા 150થી 200 બોલાયા
હાલ ડુંગળી (Onion)ના ભાવ ગગડીને પ્રતિ મણના રૂપિયા 150થી 200 બોલાયા છે. જેમાં વાવેતરથી લઇ ઉત્પાદન સુધીનો ખર્ચ ન નીકળતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળી રહ્યા છે. જેમાં ડુંગળી પર લગાવેલ નિકાસ ડ્યૂટી રદ કરવા ખેડૂતોની માગ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી ભરેલ વાહનોની કતાર લાગી છે. જેમાં ગૃહિણીઓને રાતા પાણીએ રોવડાવ્યા બાદ ડુંગળીએ હવે ખેડૂતોને રોવડાવ્યા છે.
અગાઉ લાલ ડુંગળીના પ્રતિ મણના ભાવ 700થી 800 રૂપિયા મળતા હતા
ડુંગળી (Onion) વેચવા આવેલ ખેડૂતોને એક તરફ કડકડતી ઠંડીમાં યાર્ડ બહાર રાત આખી ઉભુ રહેવાનો વારો આવે છે તેમજ બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં શરૂઆતમાં લાલ ડુંગળીના પ્રતિ મણના ભાવ 700થી 800 રૂપિયા મળતા હતા જેમાં હાલ ડુંગળીની પુષ્કળ આવકને પગલે ભાવ તળિયે બેસી ગયા છે. ખેડૂતોએ વાવેતરથી લઇ અને ઉત્પાદન સુધી કરેલ ખર્ચ પણ નિકળતો ના હોવાની વાત કહી છે.
આ પણ વાંચો: Gujarat: રાજયના વીજ વપરાશ ધારકો માટે મહત્વના સમાચાર, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો
ડુંગળી પર લગાવેલ નિકાસ ડ્યુટી રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે એક વીઘાએ રૂપિયા 4 હજારનું બિયારણ, જંતુનાશક દવા અને અન્ય ખર્ચ રૂપિયા 6થી 7 હજારનું અને મજૂરી ખર્ચ વીઘા દીઠ 2 થી 3 હજાર થાય છે. જેમાં ખેડૂતોને પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. હાલ ડુંગળીના ભાવ ગગડીને પ્રતિ મણના રૂપિયા 150થી 200 મળી રહ્યા છે તેથી ડુંગળી (Onion)પર લગાવેલ નિકાસ ડ્યુટી રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે. જેમાં નિકાસ ડ્યૂટી રદ થાય તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે નહિ તો ખેડૂતોને ડુંગળીનો પાક ઓછી કિંમતે વેંચવાનો વારો આવ્યો છે તેથી ખેડૂતોને ખૂબ નુકસાન થઇ રહ્યું છે તેમ સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat: શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ, હીરા મંદી, કૌભાંડ સહિતના મુદ્દે ભાજપને ઘેરી