રાજસ્થાનના ફલોદીમાં ગમખ્વાર Accident ; 18 લોકોના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી ચાલું
જોધપુર Accident : રાજસ્થાનના જોધપુર જિલ્લાના ફલોદી વિસ્તારમાં રવિવાર એક ભયાનક રોડ અક્સમાત થયો છે. મળી રહેલી માહિતી મુજબ, મતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ બંને વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ટ્રાવેલરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ટેમ્પો ટ્રાવેલરના મુસાફરી કરતાં અનેક લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાથમિક માહિતીમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક અન્ય ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.
ગમખ્વાર Accident માં મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાહત અને બચાવ કાર્યગતો ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. અકસ્માતની ખબર મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે રસ્તો ખાલી કરીને ટ્રાફિક બહાલ કર્યો છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.
આ ટેમ્પો ટ્રાવેલર જોધપુરના સૂરસાગર વિસ્તારથી શ્રદ્ધાળુઓને લઈને બીકેનરના કોલાયત દર્શન માટે જઈ રહ્યો હતો. પરત ફરતા સમયે મતોડા વિસ્તારમાં સડક કિનારે ઊભેલા ટ્રેલર સાથે ટકરાઈ ગયો હતો. ટકરણને કારણે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાગી ગયો છે. તો કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકોમાંથી મોટાભાગના જોધપુરના સૂરસાગર વિસ્તારના રહેવાસીઓ છે. ફળોદીના પોલીસ અધિક્ષક કુન્દન કાંવરિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે.
અન્ય એક અકસ્માતમાં ફળોદીમાં ડમ્પર અને લોડિંગ ટેક્સી વચ્ચે ટક્કરથી 4 લોકોના મોત અને 12 ઘાયલ થયા હતા, પરંતુ તે અલગ ઘટના છે.
આ પણ વાંચો- ભારત અવકાશમાં ‘બાહુબલી’ બન્યું, શ્રીહરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઇટનું લોન્ચ સફળ