Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત: 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત

ભાવનગર-ધોલેરા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
bhavnagar   ધોલેરા ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત  4 લોકોનાં ઘટના સ્થળે જ મોત
Advertisement
  • ભાવનગર ધોલેરા હાઇવે ઉપર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર 4 લોકોના મોત
  • સામસામે આવી રહેલી બે કાર ધડાકા સાથે અથડાઈ હતી
  • અકસ્માત થતા એક કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી

Bhavnagar: ભાવનગરથી ધોલેરા જતા હાઇવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સામસામે આવી રહેલી બે કારો ધડાકાભેર અથડાતાં ઘટના સ્થળે જ 4 લોકોનાં દુઃખદ મોત નિપજ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે એક કાર સીધી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી.

Advertisement

અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા

આ ઘટના બાદ નજીકના લોકો દ્વારા તુરંત મદદ પહોંચાડવામાં આવી હતી અને ઘાયલ થયેલા બે લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઇવે પર વાહન ચાલકોને તકેદારીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

Advertisement

 પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી

ધોલેરા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ધોલેરા પોલીસે અને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસે અકસ્માતનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો કહે છે કે આ માર્ગ પર વારંવાર અકસ્માતો થતા રહેતા હોય છે. જેથી ચિંતાનું માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gondal : રસ્તે ચાલવાનાં મામલે સેઢા પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ

13 દિવસ પહેલા થયેલ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો

13 દિવસ પહેલા ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક થયેલા આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોનું મૃત્યુ થયા હતા. તે અકસ્માતમાં 3 પુરુષ જે અમદાવાદના એક જ પરિવારના સગા ભાઈઓ હતા અને તેમનું એક બાળક પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તેમજ પાલીતાણાની એક મહિલાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad : સાણંદમાં પ્રેમ સબંધમાં યુવકની હત્યા, શું છે ફિલ્મી ઢબે થયેલી હત્યાનું કારણ

Tags :
Advertisement

.

×