ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara: દરગાહ પાસે ચપ્પલ પહેરી આવવા મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો

વડોદરાના વાઘોડિયા તાલુકામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો
11:40 AM Mar 17, 2025 IST | SANJAY
વડોદરાના વાઘોડિયા તાલુકામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો
ForeignStudent, Vadodara, Waghodia, Police @ Gujarat First

ગુજરાતમાં એક બાદ એક જીવલેણ હુમલાની ઘટના બની રહી છે. જેમાં માથાભારે તત્વો વાત વાતમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે. તેમાં વડોદરાના વાઘોડિયા તાલુકામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં લીમડા ગામે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. દરગાહ પાસે ચપ્પલ પહેરી આવવા મુદ્દે વિદ્યાર્થીને અધમુઓ કર્યો હતો.

વિદેશી વિદ્યાર્થીઓ પર દંડા, ફટકા, બેટ, પથ્થરો લઈને માથાભારે તત્વો તૂટી પડ્યાં

વિદેશી વિદ્યાર્થીઓ પર દંડા, ફટકા, બેટ, પથ્થરો લઈને માથાભારે તત્વો તૂટી પડ્યાં હતા. રૂંવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના વીડિયો સામે આવ્યા છે. તેમજ ભાષાની ગેરસમજના લીધે વિદેશી વિદ્યાર્થીઓ પર ઘાતકી હુમલો થયો છે. માથાભારેના હુમલામાં સુફેચ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દસ અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં નજીવી બાબતમાં ઢોર માર મારવાનો અધિકાર કોને આપ્યો તેવી લોક ચર્ચા થઇ રહી છે. જેમાં વાઘોડિયા તાલુકાના લીમડા ગામની આ ઘટના છે. જેમાં તળાવ કિનારે ફરવા ગયેલા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયો છે.

દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરાયો

દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરાયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉભા થયા છે કે નજીવી બાબતમાં ઢોર માર મારવાનો અધિકાર કોને આપ્યો, અનેક હુમલાની ઘટનાઓ દાખલારૂપ સજા ક્યારે, વિદેશી હોય કે સ્વદેશી, માણસ પર હુમલો કેમ, એવું તે શું બગાડ્યું હતું કે આખુ ટોળું તૂટી પડ્યું, કેમ દરરોજ છાકટા થઈ રહ્યા છે આવા તત્વો તેમજ પોલીસ જાહેરમાં સરભરા કરે છે, છતાં કેમ નથી ડર?

આ પણ વાંચો: AI એ અપશબ્દો આપવાનું શરૂ કર્યું, Elon Muskના Grokએ પછી કહ્યું: હું તો મજાક કરી રહ્યો હતો

Tags :
ForeignStudentGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewspoliceTop Gujarati NewsVadodaraWaghodia
Next Article