Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Female Genital Mutilation India: ખતના પર સુપ્રીમ કોર્ટની સુનાવણી; શું ભારત હવે કડક કાયદો લાવશે?

બંધારણીય અધિકારો અને સદીઓ જૂની પરંપરાઓ જ્યારે સામસામે આવે છે, ત્યારે ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની બની જાય છે. સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીએ એક એવી ગુપ્ત પ્રથા પર સવાલો ઉભા કર્યા છે જે બાળકીઓના બાળપણને પ્રભાવિત કરે છે. વિશ્વના અનેક દેશો જે માર્ગે ચાલ્યા છે, શું ભારત પણ તે દિશામાં કદમ ઉઠાવશે?
female genital mutilation india  ખતના પર સુપ્રીમ કોર્ટની સુનાવણી  શું ભારત હવે કડક કાયદો લાવશે
Advertisement
  • મહિલા ખતના (FGM) પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ!
  • ધાર્મિક સ્વતંત્રતા અસીમિત નથી, બાળકીઓના સ્વાસ્થ્ય સાથે ન થઈ શકે ચેડાં
  • ઈજિપ્ત, સુદાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં આ પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ
  • ભારતમાં દાઉદી બોહરા સમુદાયની આંતરિક પરંપરા સામે કાનૂની પડકાર
  • માનવાધિકાર સંસ્થાઓએ FGM ને શારીરિક શોષણ અને ગુનો ગણાવ્યો
  • આસ્થા કે અધિકાર? સુપ્રીમ કોર્ટના સંભવિત ચુકાદા પર દેશભરની નજર

ભારતમાં વર્ષોથી ચાલી આવતી ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM) (Female Genital Mutilation) એટલે કે મહિલા ખતનાની કુપ્રથા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) લાલ આંખ કરી છે. અદાલતે એક સીમાચિહ્નરૂપ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, બંધારણના અનુચ્છેદ-25 હેઠળ મળતી ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom) અસીમિત નથી. જો કોઈ પરંપરા બાળકીઓના સ્વાસ્થ્ય અને તેમના મૂળભૂત અધિકારો સાથે રમત કરતી હોય, તો તેને ધર્મની આડમાં ચાલુ રાખી શકાય નહીં.

વિશ્વના અનેક મુસ્લિમ દેશોએ લાદ્યો પ્રતિબંધ

રસપ્રદ વાત એ છે કે, વિશ્વના અનેક પ્રભાવશાળી મુસ્લિમ બહુલ દેશોએ વૈજ્ઞાનિક તથ્યો અને માનવાધિકારને (Human Rights) પ્રાધાન્ય આપી આ પ્રથા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. ઇજિપ્તે (Egypt) 2008માં જ ખતના પર રોક લગાવી હતી અને 2016માં તેને ગંભીર ગુનો જાહેર કર્યો હતો. તેવી જ રીતે, સુદાન જેવા રૂઢિચુસ્ત દેશે પણ 2020માં કાયદો બદલીને તેને ગેરકાનૂની જાહેર કર્યો છે. ઈન્ડોનેશિયા (Indonesia), જે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેણે પણ 2024માં આના પર કડક પાબંધી લાદી દીધી છે. સેનેગલ અને ગેમ્બિયા જેવા આફ્રિકન દેશોમાં પણ હવે આ ગુના માટે કડક સજાની જોગવાઈ છે.

Advertisement

FGM: ભારતમાં ક્યાં અટકે છે મામલો?

ભારતમાં આ મુદ્દો મુખ્યત્વે દાઉદી બોહરા સમુદાય (Dawoodi Bohra Community) સાથે જોડાયેલો છે. અહીં આ પ્રથાને અટકાવવામાં સૌથી મોટો અવરોધ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો તર્ક છે. સમુદાયનો એક પ્રભાવશાળી વર્ગ તેને 'ખફ્ઝ' (Khafz) કહે છે અને તેને અનિવાર્ય ધાર્મિક પ્રથા માને છે. જોકે, માનવાધિકાર કાર્યકરો અને આ જ સમુદાયની અનેક પ્રગતિશીલ મહિલાઓ તેને શારીરિક શોષણ અને બાળ અધિકારોનું ઉલ્લંઘન ગણાવે છે.

Advertisement

આ પ્રથા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) (World Health Organization) પણ આ પ્રથાને મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવી ચૂકી છે. હવે જ્યારે સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશો પણ આ પ્રથાને પ્રોત્સાહન આપતા નથી, ત્યારે ભારતમાં આસ્થા અને અધિકારો વચ્ચેની આ કાનૂની લડાઈ કઈ દિશામાં જશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: PM Modi ની સુરક્ષામાં મોટી ચૂક? બેંગલુરુમાં કાર્યક્રમ સ્થળ નજીકથી વિસ્ફોટક મળતા મચ્યો હડકંપ

Tags :
Advertisement

.

×