બનાસકાંઠામાં આશા વર્કરોનો ઉગ્ર આક્રોશ : 1000થી વધારે વર્કરોનું Palanpurમાં મોટું આંદોલન
બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કરોએ સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી એક હજારથી વધુ આશા વર્કરો આજે પાલનપુરમાં (Palanpur) એકત્ર થયા અને પોતાની લાંબા સમયથી લટકતી માંગણીઓને લઈને નોંધપાત્ર પ્રદર્શન કર્યું. આશા વર્કરોએ પ્રથમ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને પોતાની સમસ્યાઓ રજૂ કરી અને ત્યારબાદ રેલી કાઢીને પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સુધી પહોંચ્યા હતા.
Advertisement
- Palanpur માં આશા વર્કરોનું ધરણું : ઓછા વેતન-વધારાના કામ સામે રોષ, CMને પત્રો મોકલ્યા
- બનાસકાંઠા : ઓનલાઈન એન્ટ્રી અને ઇન્સેન્ટિવની માંગ સાથે 1000થી વધુ આશા વર્કરોનું પ્રદર્શન
- આશા વર્કરોની ચેતવણી : માંગણીઓ ન પૂરી થાય તો વધુ ઉગ્ર આંદોલન, પાલનપુરમાં રેલી-ધરણું
- લઘુત્તમ વેતન-કાયમીકરણની માંગ સાથે બનાસકાંઠાની આશા વર્કરોએ સરકારને આપી ચેતવણી
Palanpur : બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કરોએ સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન એક હજારથી વધારે પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખીને પોતાની સમસ્યાઓ વિશે રજૂઆત કરાઈ છે. બહેનોએ પત્રો પોતાના હાથમાં રાખીને આંદોલન કર્યું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી એક હજારથી વધુ આશા વર્કરો આજે પાલનપુરમાં એકત્ર થયા અને પોતાની લાંબા સમયથી લટકતી માંગણીઓને લઈને નોંધપાત્ર પ્રદર્શન કર્યું. આશા વર્કરોએ પ્રથમ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને પોતાની સમસ્યાઓ રજૂ કરી અને ત્યારબાદ રેલી કાઢીને પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સુધી પહોંચ્યા હતા.

