ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ : લોકોએ મીટરને ગણાવ્યું ચીટર

વડોદરા અકોટામાં સ્માર્ટ મીટર વિરોધ : લોકોએ MGVCL કચેરી પર હલ્લાબોલ, 'ચીટર મીટર'નો આક્ષેપ 
12:42 AM Sep 18, 2025 IST | Mujahid Tunvar
વડોદરા અકોટામાં સ્માર્ટ મીટર વિરોધ : લોકોએ MGVCL કચેરી પર હલ્લાબોલ, 'ચીટર મીટર'નો આક્ષેપ 

વડોદરા : વડોદરાના અકોટા વિસ્તારમાં ફરી એકવાર સ્માર્ટ મીટરના વિરોધની લહેર ઉઠી છે. લોકોએ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની કચેરી પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેઓએ મીટર પાછા લઈ જવાની રજુઆત કરી છે અને સ્માર્ટ મીટરને 'ચીટર મીટર' ગણાવ્યું છે. લોકોનો આક્ષેપ કર્યો છે કે MGVCLમાં 'લાલિયાવાડી' ચાલે છે અને રહીશો પરેશાન છે. લોકોએ પોતાનો બળાપો કાઢતા કહ્યું હતુ કે, "ઘરના હપ્તા ભરવા કે સ્માર્ટ મીટરના બિલ ભરવા, તે સમજાતું નથી."

અકોટા વિસ્તારમાં વિરોધ : MGVCL કચેરી પર લોકોનો આક્રોશ

આજે (17 સપ્ટેમ્બર, 2025) અકોટા વિસ્તારના રહીશોએ MGVCLની કચેરી પહોંચીને વિરોધ કર્યો. તેઓએ સ્માર્ટ મીટર પાછા લઈ જવાની રજુઆત કરી અને 'ચીટર મીટર'ના નારા લગાવ્યા હતા. રહીશોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરથી બિલ અતિશય વધી જાય છે અને તેમાં 'લાલિયાવાડી' ચાલે છે. MGVCLએ 25,000 સ્માર્ટ મીટર લગાવ્યા છે, પરંતુ ઘણા ગ્રાહકો અતિશય ચાર્જ અને તકનીકી સમસ્યાઓની સતત ફરિયાદો કરી રહ્યા છે.

આ પણ વાંચો- સુરત : એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસ સામે બુટલેગરનો નવો કિમિયો નિષ્ફળ

'લાલિયાવાડી'ના આક્ષેપ : રહીશો પરેશાન, વિરોધ ફેલાયો

રહીશોનું કહેવું છે કે સ્માર્ટ મીટરથી પ્રીપેડ રકમ ઝડપથી ખતમ થાય છે. એક રહીશે જણાવ્યું કે 2,000 રૂપિયાની રીચાર્જ એક અઠવાડિયામાં ખતમ થઈ જાય છે. મસમોટા બિલને લઈને અકોટા, સમા અને અલ્કાપુરી વિસ્તારોમાં વિરોધ ફેલાયો છે, અને લોકો જૂના મીટર પાછા માંગી રહ્યા છે.

સ્માર્ટ મીટર વિરોધની લહેર : વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિરોધ

વડોદરા ઉપરાંત ગોધરા અને અન્ય શહેરોમાં પણ સ્માર્ટ મીટર વિરુદ્ધ વિરોધ થયો છે. આ અંગે ગોધરા કલેક્ટરે અગાઉ જણાવ્યું હતુ કે MLA અને MGVCL અધિકારીઓ સાથે મીટિંગ કરી અને ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. MGVCLએ 27,440 સ્માર્ટ મીટર લગાવ્યા છે, તેમાંથી 15,000 સક્રિય છે. ગ્રાહકો પ્રીપેડ સિસ્ટમથી પરેશાન છે, અને જૂના મીટર પાછા માંગે છે.

સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલની રકમમાં ધરખમ વધારો થઈ ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. તો અનેક લોકોના લાખો રૂપિયામાં બિલ આવ્યા હોવાના સમાચાર પણ સામે આવી ચૂક્યા છે. તેથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ કમાણી સીમિત થઈ રહી છે. આ વચ્ચે લાઈટબિલમાં મોટા પ્રમાણમાં વધારો સામાન્ય જનતા ઉપર એક મોટો બોજો બની ગયું છે. તેથી લોકો પોતાના ઉપર સમસ્યા બનીને બેસેલા મીટરને દૂર કરવાની માંગણી પાછલા ઘણા સમયથી કરી રહી છે પરંતુ સરકારના કાનો સુધી તેમનો અવાજ પહોંચી રહ્યો નથી.

આ પણ વાંચો- Banaskantha : વાવ પાસે 2.8 તીવ્રતાનો ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન નહીં

Tags :
#CheatorMeter#MGVCLOffice#VadodaraSmartMeterProtestGujaratFirstGujaratiNews
Next Article