Air Force ને મળશે આગ વરસાવતું એરક્રાફ્ટ. જાણો નામ અને તેની ખાસિયત
- Aircraft AMCA ને તેના કાફલામાં સામેલ કરવાનું લક્ષ્ય
- Tejas Mark-2 Aircraft ની ડિઝાઈન પૂરી થઈ ગઈ
- Tejas એ ભારતની સંરક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા નિર્મિત
Fighter Aircraft LCA Tejas Mark-2 : ભારતમાં બનેલ હાઈટેક Fighter Aircraft LCA Tejas Mark-2 એ 2025 માં તેની પ્રથમ ઉડાન ભરી શકે છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) એ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં Indian Air Force ના પાંચમી પેઢીના ફાઈટર જેટ AMCA અને Tejas Mark-2 ના મોડલ બતાવવામાં આવ્યા હતાં.
Aircraft AMCA ને તેના કાફલામાં સામેલ કરવાનું લક્ષ્ય
આ સ્વદેશી અને આધુનિક લડાકુ વિમાનને Indian Air Force 2035 સુધીમાં તેના કાફલામાં સામેલ કરવાનો ઉદ્દેશ નક્કી કર્યો છે. તે ઉપરાંત 2040 સુધીમાં સ્વદેશી પાંચમી પેઢીના Aircraft AMCA ને તેના કાફલામાં સામેલ કરવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ના અધિકારી વાજી રાજપુરોહિતે જણાવ્યું હતું કે Tejas Mark-2 તેના પુરોગામી LCA Tejas Mark-1 નું એક આધુનિક ઉપકરણ છે.
આ પણ વાંચો: Delhi માં યુવકોએ આ અનોખો કિમીયો અપનાવી 300 કરોડની કરી કમાણી
Prototype of a 4.5 gen tejas mk2 initially expected by early 2025, has been delayed by approximately a year, attributed to delays in the release of approved funds, linked to the engine deal for the next indigenous fighter. pic.twitter.com/HBb0P7v21G
— Varun Karthikeyan (@Varun55484761) August 29, 2024
Tejas Mark-2 Aircraft ની ડિઝાઈન પૂરી થઈ ગઈ
LCA Tejas Mark-1 ની સરખામણીમાં આધુનિક અને વધુ શક્તિશાળી હથિયાર સાબિત થશે. આ સાથે તેમાં આધુનિક એવિઓનિક્સ, ડિજિટલ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ હશે. Tejas Mark-2 Aircraft ની ડિઝાઈન પૂરી થઈ ગઈ છે. વર્ષ 2025 સુધીમાં આ વિમાનની પ્રથમ ઉડાન પણ કરવામાં આવશે. ADA ના અધિકારીએ વધુમાં કહ્યું કે આ Aircraft સ્ટેલ્થ ટેક્નોલોજી પર આધારિત હશે. આમાં વિવિધ પ્રકારની તકનીકો અને ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ 5.5 જનરેશનનું Fighter Aircraft હશે. અમે તેને 2040 સુધીમાં Indian Air Force માં સામેલ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ મલ્ટી-રોલ Aircraft માં બે એન્જિન હશે.
Tejas એ ભારતની સંરક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા નિર્મિત
તમને જણાવી દઈએ કે Tejas એ ભારતની સંરક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા નિર્મિત Aircraft છે. આ સિંગલ એન્જિન ડેલ્ટા વિંગ મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ Aircraft છે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 2003 માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ LCA નું નામ Tejas રાખ્યું હતું. આ Aircraft ની પ્રથમ સ્ક્વોડ્રનને 2016 માં Indian Air Force માં સામેલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતને 4 અરબ ડોલરમાં અમેરિકા વિધ્વંસક આ ડ્રોન સોંપશે, જાણો ખાસિયત