Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંકનો ભયાનક રૂપ દર્શાવવા માટે આવી રહી છે ફિલ્મ Match Fixing

ફિલ્મમાં બે દેશો વચ્ચેની વાર્તા બતાવવામાં આવશે અભિનેતા Manoj Joshiએ અનેક પુરસ્કાર પણ જીત્યા આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે Film Match Fixing : Bollywood માં વધુ એક ફિલ્મ સાથે અભિનેતા Manoj Joshi અને વિનીત કુમાર સિંહ આવી...
આતંકનો ભયાનક રૂપ દર્શાવવા માટે આવી રહી છે ફિલ્મ match fixing
Advertisement
  • ફિલ્મમાં બે દેશો વચ્ચેની વાર્તા બતાવવામાં આવશે
  • અભિનેતા Manoj Joshiએ અનેક પુરસ્કાર પણ જીત્યા
  • આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Film Match Fixing : Bollywood માં વધુ એક ફિલ્મ સાથે અભિનેતા Manoj Joshi અને વિનીત કુમાર સિંહ આવી રહ્યા છે. જોકે વિનીત કુમારે અલગ-અલગ પાત્રો અને વિવિધ પ્રકારની ફિલ્મો અને વેબ સિરિઝ માટે જાણીતા માટે જાણીતા છે. અભિનેતા હવે તેની આગામી ફિલ્મ Match Fixing માટે ચર્ચામાં છે. અભિનેતાના ચાહકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

ફિલ્મમાં બે દેશો વચ્ચેની વાર્તા બતાવવામાં આવશે

ફિલ્મ Match Fixing એ કંવર ખટાનાના પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરરથી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા અનુજ એસ મહેતાએ લખી છે. ફિલ્મમાં રાજકીય પૃષ્ઠભૂમિને સારી રીતે બતાવવામાં આવશે. જો તમે પણ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન છો તો આ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. ત્યારે નિર્માતાઓએ ફિલ્મનું એક રસપ્રદ મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. પોસ્ટર જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મમાં બે દેશો વચ્ચેની વાર્તા બતાવવામાં આવશે, જેનું એક પાસું રાજકારણ પણ હશે.

Advertisement

આ પણ વાંચો: Sara Ali Khan ને મુંબઈમાં ખરીદી પ્રોપર્ટી,કિંમત જાણીને તમે ચોંકી જશો!

Advertisement

અભિનેતા Manoj Joshi એ અનેક પુરસ્કાર પણ જીત્યા

તે ઉપરાંત Match Fixing માં ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા Manoj Joshi ખાસ કિરદાર નિભાવતા જોવા મળશે. જોકે અભિનેતા Manoj Joshiને ભારતીય સિનેમા જગતમાં તેમની કારકિર્દી દરમિયાન અનેક હિટ ફિલ્મો આપી છે. તે ઉપરાંત અભિનેતા Manoj Joshiએ અનેક પુરસ્કાર પણ જીત્યા છે.

આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતા વિનીત કુમાર ફરી એકવાર Match Fixing માં અલગ અવતારમાં જોવા મળશે. ફિલ્મના પાત્રોની વાત કરીએ તો વિનીત કુમાર સિંહ, અનુજા સાઠે અને મનોજ જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ આર્ટારેના ક્રિએશન્સ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ પલ્લવી ગુર્જર દ્વારા કરવામાં આવ્યું છે. અભિનેતાની આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો: Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

Tags :
Advertisement

.

×