Allu Arjun એ મૃતક મહિલાના દિકરાના વહારે આવીને કરી ચોંકાવનારી જાહેરાત
- 9 વર્ષના શ્રીતેજને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે
- નિર્દેશક તરફથી 50 લાખ રૂપિયા આપવામાં આવશે
- 8 વર્ષીય શ્રેતેજની માતા રેવતીનું અવસાન થયું હતું
Film producer Allu Aravind big announcement : અભિનેતા Allu Arjun ની ફિલ્મ કમાણીના રેકોર્ડ બ્રેક કરી રહી છે. તો બીજી તરફ અભિનેતા હાલમાં સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં ફસાયેલો છે. ગઈકાલે તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી સ્ટેશન પર બોલાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેની વિરુદ્ધ અને સંધ્યા થિયેટરના માલિક વિરુદ્ધ વિવિધ ધારાઓ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ Allu Arjun અને તેનો પરિવાર સહિત પુષ્પા 2 ની ટીમ પીડિત પરિવારના સતત સંપર્કમાં છે અને હોસ્પિટલમાં દાખલ 9 વર્ષના શ્રીતેજની સંભાળ લઈ રહ્યા છે.
નિર્દેશક તરફથી 50 લાખ રૂપિયા આપવામાં આવશે
ત્યારે Allu Arjun ના પિતા અલ્લુ અરવિંદે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. અલ્લુ અરવિંદે જાહેરાત કરી છે કે ફિલ્મ પુષ્પા 2 ના નિર્માતા અને ટીમ પીડિત પરિવારની મદદ કરવા માટે ભેગા થયા છે અને 2 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. અલ્લુ અરવિંદે કહ્યું કે પુષ્પા 2 ની આખી ટીમ પીડિત પરિવારની સાથે છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. ત્યારે સંધ્યા થિયેટરની બહાર ઘાયલ થયેલા 9 વર્ષના શ્રીતેજને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમાંથી 1 કરોડ રૂપિયા Allu Arjun આપશે. પુષ્પા 2 ના નિર્માતા અને નિર્દેશક તરફથી 50 લાખ રૂપિયા આપવામાં આવશે.
Allu Arjun's father and film producer Allu Aravind said that Rs 2 crore will be given to deceased Revathi's family,
Allu Arjun has given Rs 1 crore, Mythri film makers has given 50 lakh and Director Sukumar has given Rs 50 lakh to that family. pic.twitter.com/YfD38Bxg5N
— Revanth Chithaluri (@iRe1th) December 25, 2024
આ પણ વાંચો: Nagma : ટોપની હિરોઈન-વારંવાર પરિણીત પુરુષને દિલ દઈ બેઠી
8 વર્ષીય શ્રેતેજની માતા રેવતીનું અવસાન થયું હતું
શ્રીતેજ વિશે વાત કરીએ તો તે હાલમાં વેન્ટિલેટર પર છે અને KIMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં થયેલી નાસભાગમાં 8 વર્ષીય શ્રેતેજની માતા રેવતીનું અવસાન થયું હતું. Allu Arjun ની વાત કરીએ તો તાજેતરમાં પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર Allu Arjunે તપાસમાં સહકાર આપ્યો હતો અને જો જરૂર પડશે તો તેને ભવિષ્યમાં પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: Baby John Twitter Review: વરુણ ધવન અને જેકી શ્રોફ નહીં, 'બેબી જોન' માં સલમાન ખાને કરી જબરદસ્ત એન્ટ્રી