Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભચાઉમાં 80 વર્ષીય વૃદ્ધાની ફિલ્મી ઢબે કરાઇ હત્યા, હત્યા પાછળનું કારણ તમને હચમચાવી નાખશે

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલી રહેતી વૃદ્ધાના ભેદી રીતે ગુમ થવાનો મામલે ગઇકાલે તેનો મૃતદેહ મળ્યા બાદ આજે હત્યા કરનાર બે વ્યક્તિને પોલીસે શોધી લીધા છે. ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી પોલીસે ધરપકડ કરી છે. જાણો...
ભચાઉમાં 80 વર્ષીય વૃદ્ધાની ફિલ્મી ઢબે કરાઇ હત્યા  હત્યા પાછળનું કારણ તમને હચમચાવી નાખશે
Advertisement
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ
ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલી રહેતી વૃદ્ધાના ભેદી રીતે ગુમ થવાનો મામલે ગઇકાલે તેનો મૃતદેહ મળ્યા બાદ આજે હત્યા કરનાર બે વ્યક્તિને પોલીસે શોધી લીધા છે. ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી પોલીસે ધરપકડ કરી છે.
જાણો શું છે સમગ્ર કિસ્સો 
આખા કિસ્સાની વિસ્તારથી વાત કરીએ તો ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેન આંણદજી ગયા શુક્રવારે અચાનક ગુમ થઇ જાય છે, પડોસમાં રહેતા આ અંગે પોલીસને જાણ કરે છે અને ત્યારથીજ પોલીસ અજુગતુ થયુ હોવાની દિશામાં તપાસ શરૂ કરી દે છે. સમાજના આગેવાનો અને સ્થાનીક લોકો પોલીસને ઝડપી તપાસ કરવાની માંગ કરે છે, અને તે દરમ્યાન જ વૃધ્ધના ઘર નજીકના સી.સી.ટી.વીમાં શંકાસ્પદ ગતિવિધિ દેખાય છે.
જેથી પોલીસે ગંભીર રીતે મામલો ઉકેલવા ચક્રો ગતિમાન કરે છે. શનિવારે 80 વર્ષીય વૃદ્ધાની  લાશ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાં મળી આવી હતી જે, ઓળખ થયા બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર એક યુવક-યુવતીને પકડી પાડ્યા છે.
હત્યા કરવા પાછળ નીકળ્યું ચોંકાવનારું કારણ
ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી કૌટુંબીક સંબધી થાય છે, અને તેણેજ વૃધ્ધાની હત્યા કર્યાની કબુલાત કરી છે. આજે પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા-સાગર બાગમાર આ અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. હત્યારા પકડાઇ તો ગયા પરંતુ હત્યાનુ કારણ ચોંકાવનારૂ છે, પકડાયેલ યુવક રાજુ ગણેશ છાંગા તથા રાધીકા વેરશી છાંગા કૌટુબીંક સગા થાય છે પરંતુ બન્ને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ ભાગી જાય તો પરિવાર શોધી લે જેથી યુવક-યુવતીએ સાથે મળી યુવતી મરી જાય તેવુ સાબિત કરવા પ્લાન કર્યો અને ભચાઉના માંડવી વિસ્તારમાં જેઠીબેન એકલા રહે છે, જેથી તેની લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ, જે દુકાનમાં લાશ રાખી હતી ત્યાની ખબર પોલીસને પડતા આખો પ્લાન ફેલ થઇ ગયો હતો પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
જો કે ફિલ્મી સ્ટોરી જેવી આ મર્ડર મિસ્ટ્રી અહી પુર્ણ થતી નથી, પ્રેમને પામવા માટે વૃદ્ધાના હત્યા પહેલા પણ યુગલે એક પ્લાન બનાવ્યો હતો જેમાં સામખીયાળી નજીક એક કબ્રસ્તાનમાંથી હાડકા એકત્ર કરવાનો પ્રયત્ન કરી તે યુવતીના હોવાનો દર્શાવવા માટે પ્રયત્ન કરાયો હતો. જેથી કૌટુબીંક સંબધી યુવતીને મૃત જાહેર કરી બન્ને ભાગી શકે
CCTV ફૂટેજ સાબિત થઈ મહત્વની કડી
પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા તરીકે સાગર બાગમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ સતત લોક ભાગીદારીથી સી.સી.ટી.વી સર્વેલન્સ વધારવા માટે સક્રિય છે. આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સી.સી.ટી.વી ખુબ મદદરૂપ રહ્યા પહેલા મૃત્ક વૃદ્ધાના ઘર નજીક લાગેલા જાગૃત નાગરીકના સી.સી.ટી.વીમાં આખી ઘટના કેદ થઇ અને ત્યાર બાદ પોલીસે તપાસ દરમ્યાન 2000 કલાકના 170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ ચેક કર્યા હતા. અને 10 ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો.. ગઇકાલે પણ પોલીસે રાપર-ભચાઉમાં લોકભાગીદારીથી અલગ-અલગ સી.સી.ટી.વી લગાવી સર્વેલન્સ મજબુત કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો હતો હત્યા પહેલા યુવક-યુવતીએ રેકી કરી આખો પ્લાન બનાવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×