ગાંધીનગરમાં આલીશાન રહી FILMFARE NIGHT, ફિલ્મી સ્ટાર્સને જોવા હજારો ફેન્સ ઉમટ્યા
FILMFARE 2024 : 69 મો FILMFARE એવોર્ડ ગુજરાતના ગાંધીનગર ખાતે ગત રોજ ભવ્ય રીતે યોજાયો હતો. પહેલીવાર ગુજરાતમાં આટલા મોટી સંખ્યામાં ભારતના લોકપ્રિય અને જાણીતા કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. FILMFARE AWARDS માં બોલીવુડ સ્ટાર્સથી માંડીને રાજનીતિના દિગ્ગજો સુધી હાજર રહ્યા હતા. આ એવાર્ડને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટ્યા હતા અને આ રાત્રિને યાદગાર બનાવાઇ હતી.
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરે હિન્દી સિનેમા જગતના સિતારાઓને આવકાર્યા હતા. આ FILMFARE ના ભવ્ય ઈવેન્ટમાં રણબીર કપૂર, કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, આલિયા ભટ્ટ, કરીના અને કરિશ્મા કપૂર, રાજકુમાર રાવ, શબાના આજમી, તૃપતિ ડીમરી, ઈશા ગુપ્તા, વરુણ ધવન, વિક્રાંત મેસી અને મેધા શંકર જેવા કલાકારો આ એવાર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકપ્રિય કલાકરોની સાથે સાથે દિગ્ગજ ફિલ્મમેકર્સ જેવા કે એનિમલના ડાઇરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, આનંદ એલ રાય, ટી સિરઝના માલિક ભૂષણ કુમાર, એવેરગ્રીન કરણ જોહર, શોલે ફિલ્મ બનવાર અનુભવી રમેશ સીપ્પી અને આ સમારોહમાં લાઈફટાઈમ અચિવમેન્ટથી સન્માનિત એવા ડેવિડ ધવન પણ હાજર રહયા હતા.
બધા જ કલાકારોએ રેડ કાર્પેટ ઉપર પોતાનો જલવો દેખાડ્યો હતો અને ગુજરાત માટેની પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી હતી. મુખ્યત્વે ફિલ્મફેર જેવા મેગા ઈવેન્ટના ગાંધીનગરમાં ઉજવણીને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. હાજર દરેક કલકાર ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
કરણ જોહર અને આયુષ્માન ખુરાનાએ કર્યું હોસ્ટ, ડેવિડ ધવનને લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવાર્ડ
ફિલ્મફેર એવાર્ડ શો ને હોસ્ટ બોલીવુડના મોટા ફિલ્મ મેકર કરણ જોહર અને લોકપ્રિય કલાકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં હજારોની સંખ્યામાં ફેન્સ પણ હાજર રહ્યા હતા. એવાર્ડમાં જ્હાન્વી કપૂર, વરુણ ધવન, રણબીર કપૂર, કાર્તિક આર્યન અને સારા અલી ખાન દ્વારા સ્પેશિયલ પર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સિનેમા જગતમાં શ્રેષ્ટ યોગદાન માટે એક ખાસ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે આ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ દિગ્ગજ ડાઇરેક્ટર ડેવિડ ધવનને એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતી કલાકારો પણ મચાવી ધૂમ
રાજનીતિના દિગ્ગજો પણ રહ્યા હાજર
આ ભવ્ય સમારોહમાં ફિલ્મી સિતારાઓની સાથે સાથે ગુજરાતની રાજનીતિના દિગ્ગજોએ પણ હાજાર રહી આ ઈવેન્ટની શોભા વધારી હતી. 69 મા ફિલ્મફેર એવોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે યોજાએલ આ મેગા ઈવેન્ટમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાત એટલે ડેવલોપમેન્ટના ક્ષેત્રમાં સૌથી પહેલું રાજ્ય. દરેક ગુજરાતીએ છેલ્લા કેટલાક વર્ષોમાં રાત દિવસ મહેનત કરીને ગુજરાતને બીજા રાજ્યો કરતાં ટોચ ઉપર પહોંચાડ્યું છે. સિનેમાના ક્ષેત્રમાં ગુજરાતે ફિલ્મફેર જેવા મોટા ઈવેન્ટની યજમાની કરી મોટી સફળતા મેળવી છે.
આ પણ વાંચો -- Bigg Boss 17: મુનાવર ફારુકી બન્યો વિજેતા, ટ્રોફી અને પ્રાઈઝ મની સાથે જીતી આ શાનદાર કાર