Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોક કલાકાર Rajbha Gadhvi સામે FIR ? જાહેરમાં કરી એવી ટિપ્પણી કે સર્જાયો વિવાદ!

લોક કલાકાર Rajbha Gadhvi મોટા વિવાદમાં સપડાયા! લોક ડાયરમાં જાહેરમાં ડાંગ વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી જિલ્લાનાં લોકો અને આદીવાસી સમાજમાં ભારે રોષ! રાજા ધનરાજસિંહ સુર્યવંશીએ આપી પ્રતિક્રિયા ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે નોંધાવી પોલીસ ફરિયાદ પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય અને...
લોક કલાકાર rajbha gadhvi સામે fir   જાહેરમાં કરી એવી ટિપ્પણી કે સર્જાયો વિવાદ
Advertisement
  1. લોક કલાકાર Rajbha Gadhvi મોટા વિવાદમાં સપડાયા!
  2. લોક ડાયરમાં જાહેરમાં ડાંગ વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી
  3. જિલ્લાનાં લોકો અને આદીવાસી સમાજમાં ભારે રોષ!
  4. રાજા ધનરાજસિંહ સુર્યવંશીએ આપી પ્રતિક્રિયા
  5. ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે નોંધાવી પોલીસ ફરિયાદ

પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીની (Rajbha Gadhvi) વિવાદાસ્પદ ટિપ્પણીનાં કારણે ભારે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં આયોજિત લોક ડાયરા કાર્યક્રમમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે, ગુજરાતનાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. વાઇરલ વીડિયોમાં વિવાદાસ્પદ ટિપ્પણીનાં કારણે ડાંગ (Dang) જિલ્લાના આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો - Mayabhai Ahir in Australia : માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયાની સંસદનાં સ્પીકર બન્યા ?

Advertisement

Advertisement

રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીથી લોકોમં રોષ!

જાણીતા લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવી (Rajbha Gadhvi) વિવાદમાં સપડાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ડાંગમાં (Dang) યોજાયેલ એક લોક ડાયરાનાં કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ ઊભો થયો છે. જણવી દઈએ કે, સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો લોક ડાયરા (Lok Dayro) કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે, ગુજરાતનાં ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે.

આ પણ વાંચો - Bharuch : હોસ્પિટલની બિલ્ડિંગમાં ચાલે છે 'School' ? Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

રાજા ધનરાજસિંહ સુર્યવંશીએ આપી પ્રતિક્રિયા

માહિતી મુજબ, આ વાઇરલ વીડિયો અંગે ડાંગ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોક ડાયરામાં જાહેર જનતાને ડાંગ વિશે ખોટી વાત કરતાં ડાંગનાં લોકો અને આદિવાસી સમાજમાં રાજભા ગઢવીને લઈ રોષ ફેલાયો છે. રાજભા ગઢવીના (Rajbha Gadhvi) આ વિવાદાસ્પદ ટિપ્પણી વાળા વીડિયોને લઈ ડાંગના રાજા ધનરાજસિંહ સુર્યવંશીની (Dhanraj Singh Suryavanshi) પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાજભા ગઢવીને ચેલેન્જ આપતાં જણાવ્યું કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે. નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદન પત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે (Snehal Thakkar) આ વાઇરલ વીડિયોને લઈ ડાંગ જિલ્લા આદિવાસી સમાજ વતી તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો - Surat : ઓરિસ્સાથી સુરત ટ્રેન મારફતે ગાંજો લાવતા, એક પાયલોટિંગ કરતો, 2 દંપતી ખેપ મારતા !

Tags :
Advertisement

.

×