Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Operation Sindoor' સમયે રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે પોલીસની કડક કાર્યવાહી

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા.
 operation sindoor  સમયે રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે પોલીસની કડક કાર્યવાહી
Advertisement
  1. 'Operation Sindoor' દરમિયાન રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી
  2. ખેડા અને ભુજમાં 2-2 સહિત કુલ 14 સામે વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરવા બદલ નોંધાઈ FIR
  3. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો પોલીસને આદેશ
  4. ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા તપાસ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ (IndiaPakistanWar2025) વાતાવરણ દરમિયાન ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા 'Operation Sindoor' દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 જેટલી વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Unseasonal rain : સરકારે માવઠાની પાકને નુકસાનીનો મંગાવ્યો અંદાજ, SDRF ના નિયમો મુજબ કરાશે નિર્ણય

Advertisement

દેશવિરોધી, વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનારા સામે કાર્યવાહીની ગૃહમંત્રીની સૂચના

માહિતી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Surat : પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કી અને અઝરબૈજાનનો ટુર ઓપરેટરોએ કર્યો 'BoyCott'!

14 લોકો સામે નોંધાઈ એફઆઈઆર

ગુજરાત પોલીસની (Gujarat Police) ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં ખેડા (Kheda) જિલ્લામાં 2, ભુજમાં (Bhuj) 2 FIR ઉપરાંત જામનગર (Jamnagar), જુનાગઢ (Junagadh), વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ (Ahmedabad), સુરત શહેર (Surat), વડોદરા (Vadodara), પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : પાલીતાણા-સોનગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાન પલટી મારી

Tags :
Advertisement

.

×