ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Reels બનાવવાના ચક્કરમાં કાર સહિત ખાઈમાં ખાબકી યુવતી, બોયફ્રેન્ડ વિરુદ્ધ નોંધાઈ FIR...

તાજેતરમાં મહારાષ્ટ્રના સંભાજી નગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવતી રીલ (Reels) બનાવતી વખતે બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યું. જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી અને તેનું...
11:18 PM Jun 20, 2024 IST | Dhruv Parmar
તાજેતરમાં મહારાષ્ટ્રના સંભાજી નગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવતી રીલ (Reels) બનાવતી વખતે બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યું. જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી અને તેનું...

તાજેતરમાં મહારાષ્ટ્રના સંભાજી નગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવતી રીલ (Reels) બનાવતી વખતે બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યું. જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી અને તેનું દર્દનાક મોત નિપજ્યું હતું. હવે પોલીસે આ મામલે તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ FIR નોંધી છે. ન્યૂઝ એજન્સી PTI એ અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ IPC ની કલમ 304 (A) હેઠળ બેદરકારીથી મૃત્યુ થવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે કારણ કે તેણે મહિલાની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે જાણ્યા વિના તેને કારની ચાવી આપી દીધી હતી.

VIDEO થયો વાયરલ...

તેમણે જણાવ્યું કે મૃતકની ઓળખ શ્વેતા સુરવસે (23) તરીકે થઈ છે. તેમની કાર રિવર્સ ગિયરમાં હતી અને તેણે અકસ્માતે એક્સિલરેટર દબાવી દેતાં આ અકસ્માત થયો હતો. પોલીસે પહેલા કહ્યું હતું કે તેનો મિત્ર સૂરજ મુલે તેનો વીડિયો બનાવી રહ્યો હતો. વાહન પાછળની તરફ ગયું અને ક્રેશ બેરિયર તોડીને ખીણમાં પડી ગયું. આ ઘટના સુલીભંજન વિસ્તારમાં બની હતી. બચાવકર્મીઓને બાળકી અને વાહન સુધી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.

શ્વેતાની પિતરાઈ બહેન પ્રિયંકા યાદવે આરોપ લગાવ્યો આ આરોપ...

નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી. ખુલતાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, સૂરજ મુલે વિરુદ્ધ બેદરકારીથી મોતનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, અમે કાયદાની માર્ગદર્શિકા મુજબ આરોપીઓને નોટિસ પાઠવીશું. શ્વેતાની પિતરાઈ બહેન પ્રિયંકા યાદવે આરોપ લગાવ્યો કે આ એક આયોજનબદ્ધ હત્યા છે. યાદવે કહ્યું, 'અમને ઘટનાના પાંચ-છ કલાક પછી શ્વેતાના મૃત્યુની જાણ થઈ. તેણે ક્યારેય કોઈ રીલ (Reels) બનાવી કે ન તો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી. આરોપીએ હત્યાની યોજના બનાવી હતી અને તેણીને શહેરથી 30-40 કિલોમીટર દૂર લઈ ગયો હતો.

આ પણ વાંચો : દેડકા, આંગળીઓ… ખાવાની વસ્તુઓમાં શું-શું મળે છે, આ વખતે Vande Bharat Train માં થયો કાંડ!

આ પણ વાંચો : Chenab Bridge: વિશ્વના સૌથી ઊંચા પુલ પર ભારતીય રેલવેએ ટ્રેન સફળતાપૂર્વક દોડાવી, જુઓ વિડીયો

આ પણ વાંચો : મુંબઈમાં Ice cream માંથી નીકળેલી આંગળીનો ભેદ ઉકેલાયો, જાણો… કોની હતી આંગળી

Tags :
Died While Making ReelGirl Fell Into ValleyGujarati NewsIndiaMaharashtra Viral VideoNationalOmg VideoReel Videoviral video
Next Article