Fire at Chemical Company: પીપલજની કેમિકલ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં
- અમદાવાદમાં પીપલજમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગ કાબુમાં (Fire at Chemical Company)
- ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો
- પીપલજની હર્ષ એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપનીમાં લાગી હતી આગ
- 30 ફાયર ફાઇટર અને 120 જવાનોએ આગ પર કાબુ મેળવ્યો
Ahmedabad : પીપલજમાં (Piplaj) કેમિકલ કંપનીમાં લાગેલી આગને લઈ મોટા સમાચાર આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભીષણ આગ પર કાબૂ મેળવાયો છે. દિવસ દરમિયાન પીપલજની હર્ષ એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપનીમાં (Fire at Chemical Company) વિકરાળ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર બ્રિગેડની 30 જેટલી ગાડીઓ અને 120 જવાન એ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, કંપનીમાં રહેલ મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઈ છે. વિકરાળ આગે નજીકની અન્ય ફેક્ટરીને પણ બાનમાં લીધી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
અમદાવાદમાં પીપલજમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગ કાબુમાં
ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો
પીપલજની હર્ષ એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપનીમાં લાગી હતી આગ#AhmedabadFire #Piplaj #FireIncident #ChemicalFactoryFire #MajorCall #AhmedabadFireBrigade #GujaratFirst pic.twitter.com/jpgNUyarUj— Gujarat First (@GujaratFirst) February 17, 2026
Fire at Chemical Company, ફાયરની 30 ગાડીઓ પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં પીપળજ ગામ પાસે આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપનીમાં (Harsh Enterprise Chemical Company) અચાનક ભયંકર આગ લાગી હતી. થોડા જ સમયામાં આગે વિકરાળ સ્વરૂણ ધારણ કર્યું હતું. ભીષણ આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી પણ જોઈ શકાય એમ હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની 30 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 120 જેટલા જવાનોએ આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Gandhinagar : દીકરીનું સપનું પૂરું કરવા પિતા થરાદથી ગાંધીનગર આવ્યા અને બની કરૂણ ઘટના!
ફાયર વિભાગ મેજર કોલ જાહેર કરાયો, ભારે જહેમત બાદ આગ કાબૂમાં
કેમિકલ કંપનીની આગે નજીકની અન્ય ફેક્ટરને પણ ચપેટમાં લીધી હતી. ફાયર વિભાગ (Ahmedabad Fire Brigade) દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. કેમિકલ કંપનીમાં રાખેલ મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો છે. જો કે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો - ગાંધીનગર કમલમમાં ભાજપની કાર્યશાળા: 8.70 લાખ કાર્યકર્તાઓ AI થી થશે સજ્જ!


