Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંઘપ્રદેશ Dadra and Nagar Haveli ની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. જેમાં આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઇ હતી. લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી છે. આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. આજુબાજુના કુલ 15થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ કાબુમાં લેવા પ્રયાસો થયા છે. આગ કયા કારણોસર લાગી તેનુ કારણ હજુ અકબંધ છે.
સંઘપ્રદેશ dadra and nagar haveli ની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ
Advertisement
  • આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં
  • લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી
  • આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. જેમાં આગ વધુ વિકરાળ બનતા 3થી વધુ કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઇ હતી. લિઝા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનતી હોવાથી આગ પ્રસરી છે. આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. આજુબાજુના કુલ 15થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ કાબુમાં લેવા પ્રયાસો થયા છે. આગ કયા કારણોસર લાગી તેનુ કારણ હજુ અકબંધ છે.

આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી (Liza Industry) નામની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આગ લાગવાના કારણે, પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Advertisement

Advertisement

આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આગ કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવવાનું કાર્ય પડકારજનક બન્યું છે. બીજી તરફ, દાદરા નગર હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા છે અને હાલ આગ કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: Indigo Flight Crisis: કેન્દ્ર સરકારે ઇન્ડિગો સામે કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો, અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે

Tags :
Advertisement

.

×