Banaskantha: ડીસા જીઆઇડીસીમાં વધુ એક ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી
- ડીસા GIDC માં વધુ એકવાર લાગી આગ
- GIDC માં સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ
- ફેક્ટરીમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને થયો ખાખ.
- ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ડીસા GIDC માં આવેલ સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. અચાનક આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં આ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઈ પણ સુવિધા ન હતી. જો ફાયર સેફ્ટીની સુવિધા હોત તો આગ પર કાબુ મેળવી શક્યા હોત.
કોઈ અનિચ્છનિય ઘટના બનવા પામી નથીઃ નેહા પંચાલ (નાયબ કલેક્ટર)
ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, ડીસા જીઆઈડીસીમાં એક લઘુગૃહ ઉદ્યોગ છે. સાબુની ફેક્ટરી છે. તેમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ લાગતા કોઈ અનિચ્છનિય ઘટના બનવા પામી નથી. ફેક્ટરી માલિક દ્વારા આગ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું નાયબ કલેક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Rajkot: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો
ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી : જુગલ મહેશ્વરી (ફેક્ટરી ના માલિક)
ફેક્ટરી માલિક જુગલ મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું ફેક્ટરી માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. નુકસાન બાબતે પૂછતા તેઓએ હાલ નુકસાનનો કોઈ અંદાજ ન હોવાનું કહ્યું હતું. સીસીટીવી કેમેરા ચાલુ હતા તે સમયે સીસીટીવી કેમેરામાં જ આગ લાગી હોવાનું દેખાયું હતું. ફેક્ટરીના માલિકે સ્વીકાર્યું ફાયર સેફ્ટીની સુવિધા નથી તે અમારી ભૂલ છે.
આ પણ વાંચોઃ Jamnagar: વડાપ્રધાન દ્વારા હાપા અને લીંબડી નવનિર્મિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું