ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indore જઈ રહી બસમાં લાગી આગ ! કાચ તોડીને મુસાફરોને નિકળ્યા બહાર, 55 લોકોનો આબાદ બચાવ

Indore : કંડકટરની સમયસૂચકના કારણે 55 લોકોનો આબાદ બચાવ થયો છે. ઈન્દોર જઈ રહેલી બસમાં કંડકટરને અચાનક કંઈક બળી રહ્યું હોય તેવી અનુભવ્યું તો તરત જ તેમણે ડ્રાઈવરને કહીને બસ ઉભી રખાવી હતી. બસ ઉભી રાખતાની સાથે જ એન્જિનમાંથી ધૂમાડા બહાર આવવા લાગ્યા હતા. કંડક્ટરે સમયસૂચકતા વાપરીને બસના કાચ તોડીને મુસાફરોને બહાર નિકાળ્યા હતા
12:03 AM Oct 26, 2025 IST | Mujahid Tunvar
Indore : કંડકટરની સમયસૂચકના કારણે 55 લોકોનો આબાદ બચાવ થયો છે. ઈન્દોર જઈ રહેલી બસમાં કંડકટરને અચાનક કંઈક બળી રહ્યું હોય તેવી અનુભવ્યું તો તરત જ તેમણે ડ્રાઈવરને કહીને બસ ઉભી રખાવી હતી. બસ ઉભી રાખતાની સાથે જ એન્જિનમાંથી ધૂમાડા બહાર આવવા લાગ્યા હતા. કંડક્ટરે સમયસૂચકતા વાપરીને બસના કાચ તોડીને મુસાફરોને બહાર નિકાળ્યા હતા

Indore : અશોકનગર જિલ્લાના ઈસાગઢ થાના વિસ્તારમાં શનિવારે મોડી સાંજે મોટો અકસ્માત ટળી ગયો, જ્યારે મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટના સમયે બસ ખુબ જ સ્પીડથી દોડી રહી હતી. બસમાં હાજર કંડકટરે અરવિંદ રઘુવંશીએ કંઈક બળવાની વાત આતી હોવાનું અનુભવતા અચાનક બસ રોકાવડાવી દીધી હતી. આના કારણે સમયસર મુસાફરોને બહાર નિકળવામાં સફળ રહ્યાં હતા. અકસ્માતમાં કોઈ મુસાફરને નુકસાન પહોંચ્યું નથી પરંતુ તેમનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે.

ટીકમગઢથી ઇન્દોર જઈ રહી હતી બસ

માહિતી અનુસાર, ટીકમગઢથી આવતી બસ અશોકનગર પસાર કરીને ઇન્દોર જઈ રહી હતી. અશોકનગર પહેલાં અચાનક એન્જિન પાસેથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. બસની કેબિનમાં હાજર કંડકટર અરવિંદ રઘુવંશીએ જોખમ સમજીને બસ રોકાવડાવી હતી. ત્યાં સુધીમાં આગ ભભૂકી ઊઠી હતી. આથી મુસાફરો ગભરાઈ ગયા અને બૂમબરાડા કરી મૂક્યા હતા. જોકે, બસ ઉભી રહેવાના કારણે ઉતરવામાં મુશ્કેલી આવી નહતી.

કાચ તોડીને મુસાફરોને બહાર નિકળ્યા

કંડકટર સ્થિતિને સમજી ગયો અને બસની બારીઓના કાચ તોડીને મુસાફરોને ઝડપથી બહાર નીકળવાની જગ્યા બનાવી હતી. બસમાં આશરે 55 મુસાફરો સવાર હતા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ વાહન અને ઈસાગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, જેમણે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, ત્યાર સુધીમાં તો આગ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- Vijaybhai Rupani : મુખ્યમંત્રીનું પદ જવાબદારી છે, પાર્ટીએ વિશ્વાસ મુક્યો એટલે CM બન્યા : અંજલિબેન રૂપાણી

Tags :
ArvinderGhuvanshiAshoknagarBusFireFireBrigadeIndoreBusIsagarh
Next Article