ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ ISROની IT બિલ્ડિંગમાં આગ : 4 ફાયર ગાડીઓ પહોંચી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ ISRO ની એક બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, આઈટી બિલ્ડીંગમાં આગ લાગવાથી મહત્વપૂર્ણ કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે
10:45 AM Oct 23, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ ISRO ની એક બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, આઈટી બિલ્ડીંગમાં આગ લાગવાથી મહત્વપૂર્ણ કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે

અમદાવાદ :  અમદાવાદના ISRO માં IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ બિલ્ડિંગના ઉપરના માળમાં લાગી હતી. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ભાગ્યવશ આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રારંભિક માહિતી અનુસાર ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની શક્યતા છે.

ISROના આઉટર ગેટ પાસેની બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. આઉટર ગેટ પાસેની બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. જો કે, આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.

જોકે, આ આગના કારણે ઈસરોના આઈટી સર્વરમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આગના કારણે અનેક કોમ્પ્યુટરો બળીને ખાખ થઈ ગયા છે. આ આગમાં કેટલું નુકશાન થયું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, આ સર્વરોમાં મહત્વપૂર્ણ ડેટા સ્ટોર હોય છે.

આ પણ વાંચો- હાર્દિક પટેલે ન જાળવ્યો મોતનો મલાજો, પૂર્વ MLAના મૃત્યું પર ગેરવાજબી કોમેન્ટથી વિરમગામમાં રાજકારણ ગરમાયું

Tags :
#AhmedabadFire#ISROFire#ITBuildingFireFireDepartmentgujaratnewsShortCircuit
Next Article