Ahmedabad: જીવરાજ પાર્કમાં લાગેલ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ગંભીર
- અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટના
- જ્ઞાનદા સોસાયટીમાં બન્યો આગનો બનાવ
- બે વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાયા
અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટના બનવા પામી હતી. જ્ઞાનપદા સોસાયટીમાં આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. એસીમાં ભરવાની બોટલમાં આગ લાગી હતી. વિકરાળ આગમાં 2 લોકોના મોતની શક્યતાઓ છે. બાળકી અને તેની માતાના મોતની લોકો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. રહેણાંક મકનમાં એસીનાં ગોડાઉનમાં આગ લાહવાનો બનાવ બન્યો છે.
ધારાસભ્ય અમિત ઠાકર ઘટના સ્થળે પહોંચ્યા
ધારાસભ્ય અમિત ઠાકરને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘરમાં ઘટના સમયે 5 લોકો હાજર હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગનાં અધિકારીઓએ આગ લાગવા બાબતે તપાસ શરૂકરી છે. તેમજ આગ વધુ ફેલાતા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનો બળીને ખાક થઈ ગયા હતા.
ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી
આગ લાગ્યાની જાણ ફાયર વિભાગનાં અધિકારીઓને થતા ફાયરનાં અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગની ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ પોલીસનો પણ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ લાગ્યાના સ્થળથી ભીડને દૂર ખસેડી હતી. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમજ પોલીસનાં ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VADODARA : માટી વાળા રોડ પર કાર્પેટીંગ કરતા લોકોમાં રોષ