Firozabad Train Fire : માલગાડીના ડબ્બામાં અચાનક આગ, નવી કારોથી ભરેલા 6 વાહનો બળીને થયા ખાખ
Firozabad Train Fire : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર નવી કારોથી ભરેલી માલગાડીના એક ડબ્બામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 6 નવી કારો બળીને ખાખ થઈ ગઈ હતી. ચાર ફાયર બ્રિગેડની ટીમે લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણવા રેલવે તંત્ર તપાસ કરી રહ્યું છે.
Advertisement
Firozabad Train Fire : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફિરોઝાબાદ (Firozabad) જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor) પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવી કારો (New Cars) લઈ જતી માલગાડી (Goods Train)ના એક ડબ્બામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનામાં ડબ્બામાં રાખવામાં આવેલા 6 ફોર-વ્હીલર (Four-Wheeler) વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને રેલવે (Railway) દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

