ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે. વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા.
08:21 PM Jun 10, 2025 IST | Vishal Khamar
રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે. વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા.
rajkot corona gujarat first

રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે. 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજ્યું છે. દર્દી હાયપર ટેન્શનની બિમારીથી પણ પીડાતા હતા.

આજે 175 નવા કોરોના કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે. આજે 175 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના 60 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ મળ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 761 એક્ટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 237 કોરોના એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછા 23 એક્ટિવ કેસ છે. ઉત્તર પશ્ચિમ ઝોન 229, દક્ષિણ ઝોન 126 એક્ટિવ કેસ, ઉત્તર ઝોન 30, પૂર્વ ઝોન 34, દક્ષિણ ઝોન 82 એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા

ગત રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 1076 લોકો OPD બેઝ સારવાર હેઠળ છે. જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000 ને પાર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Vadodra : 21 જૂન વિશ્વ યોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન, યોગ શિબિરમાં યોગનું મહત્વ સમજાવ્યું

Tags :
Ahmedabad CoronaCivil Hospital CoronaCorona GujaratGujarat CoronaGujarat FirstGUJARAT FIRST NEWSRajkot CoronaRajkot News
Next Article