આ Star ની સામે સૂર્ય પણ દાણા બરાબર, પરંતુ તે Supernova બનવાની કગાર પર
- પૃથ્વીથી આ Star લાખો પ્રકાશ વર્ષ દૂર આવેલો
- લગભગ બે દાયકાથી આ Star નો અભ્યાસ કરી રહી છે
- Star ના ઉત્ક્રાંતિનું અવલોકન કરવાની દુર્લભ માહિતી
First star bigger than the sun : ખગોળશાસ્ત્રીઓ દ્વારા અંતરિક્ષમાંથી એક અવિશ્વનીય અને અનોખા Star ની શોધ કરવામાં આવી છે. આ Starની સામે સૂરજ માત્ર એક બિંદ બરાબર છે. કારણ કે... આ તારો સૂર્ય કરતા આશરે 2000 ગણો વધારે વિશાળ છે. તો આ તારો અંતરિક્ષમાં આવેલી મુખ્ય Milky Way ની બહાર જોવા મળ્યો છે. જોકે આ તારો પોતાના જીવનકાળના અંતિમ ચરણમાં છે. કારણ કે... તારો Supernova બનવા માટે તૈયાર છે.
પૃથ્વીથી આ Star લાખો પ્રકાશ વર્ષ દૂર આવેલો
ત્યારે આ વિશાળ અને અવિશ્વનીય Star નું નામ Behemoth star છે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ દ્વારા આ Star ને WOH G64 નામ આપવામાં આવ્યું છે. તો WOH G64 એ હાલામાં ઝડપથી પોતાનામાંથી ધૂળ અને વિવિધ ગેસને બહાર નીકાળી રહ્યો છે. જોકે દરેક Starઓ પોતાના અંતિમ ચરણમાં આ પ્રકારના તબક્કાઓમાંથી પસાર થાય છે. કારણ કે... ત્યારબાદ દરેક Star એ Supernova બની જાય છે. તો બીજી તરફ WOH G64 ને લાલ સુપરજાઈન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જોકે આ Star ની શોધકર્તા વૈજ્ઞાનિકે એક ખાસ માહિતી પણ શેર કરી છે.
આ પણ વાંચો: શું છે ICBM મિસાઇલ્સ, રશિયાના હુમલા બાદ યુક્રેન સહિત આખી દુનિયા શા માટે ચિંતિત છે?
Zooming in on Betelgeuse, a red supergiant and one of the largest stars visible to the naked eye.
(Credit: ESO/P. Kervella/M. Montargès et al., Digitized Sky Survey 2/E. Pantin, N. Risinger / J. B. Monell) pic.twitter.com/iKQJe71Zih
— World and Science (@WorldAndScience) November 18, 2024
લગભગ બે દાયકાથી આ Star નો અભ્યાસ કરી રહી છે
વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે, WOH G64 ને એક વિશાળ ઈંડા આકારના એક કોકૂને ચોમેરથી ધેરાયેલો છે. જોકે વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં આ સૌથી વિશાળ Star ની આકાશ ગંગાની બહારથી તસવીર હાંસલ કરી છે. જોકે મુખ્યરૂપે WOH G64 એ Milky Way ના પાસે આવેલી Milky Way ના લાર્જ મૈગેલૈનિક ક્લાઉડમાં 1 લાખ 60 હજાર પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. આ Star ની શોધ માટે યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપ ઇન્ટરફેરોમીટર (VLTI) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Star ના ઉત્ક્રાંતિનું અવલોકન કરવાની દુર્લભ માહિતી
તો ચિલીમાં યુનિવર્સિડેડ એન્ડ્રેસ બેલોના કેઇચી ઓહનાકાના નેતૃત્વમાં સંશોધકોએ આ દૂરના અવકાશી પદાર્થ વિશે માહિતી આપી છે. સંશોધન ટીમ લગભગ બે દાયકાથી આ Star નો અભ્યાસ કરી રહી છે. તેઓએ જોયું કે WOH G64 છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર રીતે ઝાંખો થઈ રહ્યો છે, જે આ Star ના ઉત્ક્રાંતિનું અવલોકન કરવાની દુર્લભ માહિતી પૂરી પાડે છે.
આ પણ વાંચો: Nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ, જાણો કેવી રીતે