રાજસ્થાનમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર પીને કરી આત્મહત્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
- Rajasthan ના સીકરમાં એક જ પરિવારના લોકોએ કરી આત્મહત્યા
- માતા સહિત સંતાનોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી
- ફલેટમાંથી દુર્ગધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ
Rajasthan ના સીકરમાંથી એક જ પરિવારના પાંચ લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લેવાના સમાચાર સામે આવ્યા છે. પરિવારના લોકોએ સામુહિક આત્મઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને સત્વરે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.
Rajasthan ના સીકરમાં એક જ પરિવારના લોકોએ કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાજસ્થાનના સીકરના અનિરુદ્ધ રેસિડેન્સીમાં બની હતી. મૃતકોમાં કિરણ નામની માતા અને તેના બે પુત્રો તથા બે પુત્રીઓનો સમાવેશ થાય છે. માતાએ તેના ચારેય સંતાનો સાથે ફ્લેટમાં ઝેર પી લીધું હતું. કિરણ તેના પતિ સાથેના પારિવારિક વિવાદને કારણે તેના બાળકો સાથે આ ફ્લેટમાં અલગ રહેતી હતી.
Rajasthan ના સીકરમાં પોલીસે તપાસ હાથ ધરી
નોંધનીય છે કે આ ઘટના સંદર્ભે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મૃતદેહો ઘણા દિવસો પહેલાના હોવાથી સડી ગયા હતા. ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતા બિલ્ડિંગના અન્ય રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ફ્લેટમાં પ્રવેશવું પણ મુશ્કેલ હતું. પોલીસ ટીમને ગંધ છુપાવવા માટે રૂમમાં ધૂપ અને પરફ્યુમનો ઉપયોગ કરાયેલો મળ્યો હતો, ત્યારબાદ ફોરેન્સિક ટીમને બોલાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફ્લેટ અંદરથી બંધ હતો. અંદર તપાસ કરતાં પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા અને સ્થળ પરથી ઝેરની આઠ કોથળીઓ પણ મળી આવી છે, જે સામૂહિક આત્મહત્યાની પુષ્ટિ કરે છે.પોલીસે તમામ મૃતદેહોને કસ્ટડીમાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં, પારિવારિક વિવાદ સહિત તમામ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર MBBS વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના,પોલીસે સઘન તપાસ હાથ ધરી