Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diu માં સહેલાણીઓનો સેલાબ, નાળિયા-માંડવી પાસે બની રહ્યો છે સાસણ ગીર સફારી પાર્ક!

દીવ કિલ્લો, ચર્ચ, ખૂખરી વેસલ સહિત દીવનો નાગવા બીચ, ચક્રતીર્થ બીચ, ખુકરી મેમોરિયમ સહિતનાં બીચ પર પર્યટકોની ભારે ભીડ જામી છે.
diu માં સહેલાણીઓનો સેલાબ  નાળિયા માંડવી પાસે બની રહ્યો છે સાસણ ગીર સફારી પાર્ક
Advertisement
  1. દિવાળીનાં વેકેશનમાં દીવમાં પર્યટકોનું ઘોડાપુર
  2. દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
  3. નાળિયા-માંડવી પાસે સાસણ ગીર સફારી પાર્ક પણ બની રહ્યો છે.

દિવાળી વેકેશન (Diwali 2024) દરમિયાન દીવમાં (Diu) બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે અને વેકેશનની મજા માણી રહ્યા છે. સાથે જ ખાણી-પીણી અને ફરવાનો લુપ્ત પણ ઉઠાવી રહ્યા છે. જો કે, દીવ નજીક નાળિયા માંડવી પાસે એક સાસણ ગીર સફારી પાર્ક (Sasan Gir Safari Park) પણ બની રહ્યો છે ત્યારે સિંહ દર્શન પણ હવે દીવ પાસે થશે. લોકોને દીવનાં દરિયાની મોજ અને વાઈલ્ડ લાઈફની મજા એક જગ્યા પર જ મળશે.

આ પણ વાંચો - Rajkot : હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે 4 ની ધરપકડ, પૂછપરછમાં મોટા ખુલાસાની આશંકા!

Advertisement

Advertisement

નાગવા બીચ પ્રવાસીઓથી છલકાયો

કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવનું (Diu) સૌથી લોકપ્રિય અને ટુરિસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર એવો નાગવા બીચ પ્રવાસીઓથી છલકાયો છે. દીવ દેશ-દુનિયાનાં ટુરિસ્ટ માટે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. ત્યારે દિવાળીનાં વેકેશન (Diwali) દરમિયાન અહીં દીવ કિલ્લો, ચર્ચ, ખૂખરી વેસલ સહિત દીવનો નાગવા બીચ (Nagoa Beach), ચક્રતીર્થ બીચ, ખુકરી મેમોરિયમ સહિતનાં બીચ અને અન્ય ફરવા લાયક સ્થળો પર પર્યટકોની ભારે ભીડ જામી છે.

આ પણ વાંચો - Surendranagar : દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે SMC નાં PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઇજા

જમજીર ધોધ, તુલસીશ્યામ, દ્રોણશ્વર સ્થળ પર પર્યટકોનો ઘસારો

ગઈકાલથી એકાએક પ્રવાસીઓ હજારોની સંખ્યામાં દીવ આવી પહોંચ્યા હતા. દેશ-દુનિયાનાં પ્રવાસી દીવ (Diu) આવી રહ્યા છે અને આથી ટુરિઝમ સેક્ટરને પણ વેગ મળ્યો છે. દીવમાં લોકોની ભારે ભીડ નવા વર્ષનાં આગમન પહેલા થતી હોય છે. નવા વર્ષ 2025 ની શરૂઆતને 2 મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આ પહેલા દિવાળી વેકેશનમાં દીવમાં પર્યટકોનું આગમન થયું છે જે લાભપાંચમ સુધી જોવા મળશે. ત્યારે ગીર જંગલ આવેલ જમજીર ધોધ, તુલસીશ્યામ, દ્રોણશ્વર જેવા નયન રમણીય સ્થળ પર પણ પર્યટકો બહોળી સંખ્યામાં પહોંચ્યા છે.

આ પણ વાંચો - Mehsana : તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા, ડૂબી જવાથી માસૂમનું મોત

Tags :
Advertisement

.

×