Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Flower Show: અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે કરાયું ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન

Flower Show: અમદાવાદ મહાનગર પાલિકા આયોજિત ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં છે. આજથી 25 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે. અલગ અલગ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તથા સરદાર પટેલની પ્રતિમા પણ આકર્ષનું કેન્દ્ર બની રહી છે.
flower show  અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે કરાયું ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન
Advertisement
  • Flower Show: આજથી 25 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે
  • 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 80 રૂપિયાની ટિકિટ રહેશે
  • AMC સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ મળશે

Flower Show: અમદાવાદ મહાનગર પાલિકા આયોજિત ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં છે. આજથી 25 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે. અલગ અલગ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તથા સરદાર પટેલની પ્રતિમા પણ આકર્ષનું કેન્દ્ર બની રહી છે.

અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાયો

અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાયો છે. જેમાં ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોની તૈયારી થઇ છે. ત્યારે આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 સુધી યોજાશે. વિવિધ 6 થીમ પર ફ્લાવર શો નું આયોજન છે. ભારતના તહેવારો, ભારતના નૃત્યો, પ્રાચીન કથાઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સ, બાળકોનું ભારત, ભારતની સિદ્ધિઓ થીમ પર ફ્લાવર શો યોજાશે.

Advertisement

Advertisement

Flower Show: AMC સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ મળશે

ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ થશે. તથા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનાવરણ કરવામાં આવ્યું છે.

Flower Show, 2026, Chief Minister, Ahmedabad, Gujarat

12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 80 રૂપિયાની ટિકિટ રહેશે

ફ્લાવર શોની ટિકિટ દર નક્કી કરાયા છે. ગત વર્ષ કરતા ટિકિટ દરમાં રૂપિયા 10 નો વધારો કરાયો છે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 80 રૂપિયાની ટિકિટ રહેશે. શનિ રવિ માટેના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયો છે. AMC સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ મળશે.

Ahmedabad, Chief Minister, Bhupendrabhai Patel, Flower show, Gujarat

AMC સિવાયની સ્કૂલોના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરાયો

AMC સિવાયની સ્કૂલોના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરાયો છે. તથા પ્રાઈમ ટાઇમ સ્લોટ સવારે 8 થી 9 અને 10થી 11 માટે 500 રૂપિયાનો ટિકિટ દર નક્કી કર્યો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે પ્રથમવાર ફ્લાવર શો થીમ પર યોજાશે. ભારતનો સૌથી મોટો આ ફ્લાવર શો છે. જેમાં 30 લાખ ફ્લાવરનો ઉપયોગ આ ફ્લાવર શોમાં થશે.

આ પણ વાંચો: Gujarat 2026: નવા વર્ષમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ઠંડીનો પારો ગગડ્યો

Tags :
Advertisement

.

×