ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી : જામીન રદ્દ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કર્યો 30 દિવસમાં સરેન્ડર કરવાનો આદેશ

પ્રખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડની કાનૂની મુશ્કેલીઓ વધુ ગંભીર બની છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ્દ કરીને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો કડક આદેશ જારી કર્યો છે. આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણની અરજી પર કોર્ટે આ નિર્ણય લીધો છે, જેમાં જામીનની શરતોનું પાલન ન કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો ઉલ્લેખ છે.આ કેસની શરૂઆત તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં થયેલા હુમલા અને લૂંટના ગુનાથી થઈ છે, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખવડ અને તેમના 6 સાગરિતોએ હુમલો કર્યો હતો.
08:34 PM Nov 11, 2025 IST | Mujahid Tunvar
પ્રખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડની કાનૂની મુશ્કેલીઓ વધુ ગંભીર બની છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ્દ કરીને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો કડક આદેશ જારી કર્યો છે. આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણની અરજી પર કોર્ટે આ નિર્ણય લીધો છે, જેમાં જામીનની શરતોનું પાલન ન કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો ઉલ્લેખ છે.આ કેસની શરૂઆત તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં થયેલા હુમલા અને લૂંટના ગુનાથી થઈ છે, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખવડ અને તેમના 6 સાગરિતોએ હુમલો કર્યો હતો.

અમદાવાદ : પ્રખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડની કાનૂની મુશ્કેલીઓ વધુ ગંભીર બની છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ્દ કરીને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો કડક આદેશ જારી કર્યો છે. આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણની અરજી પર કોર્ટે આ નિર્ણય લીધો છે, જેમાં જામીનની શરતોનું પાલન ન કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો ઉલ્લેખ છે.

આ કેસની શરૂઆત તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં થયેલા હુમલા અને લૂંટના ગુનાથી થઈ છે, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખવડ અને તેમના 6 સાગરિતોએ હુમલો કર્યો હતો. આ ઘટના 17 ઓગસ્ટ, 2025ના રોજ બની હતી, જેમાં હત્યાનો પ્રયાસ (IPC 307), રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને લૂંટ જેવા ગંભીર આરોપો નોંધાયા હતા. પોલીસે ખવડ સહિત 7 આરોપીઓને ધરપકડ કરી હતી, પરંતુ ફોજદારી કોર્ટે તેમને 15,000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. જોકે, તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી જેમાં જામીન રદ્દ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો-Kutch : જમ્મુ BSF મેરેથોન-2025 અને જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ભવ્ય ફ્લેગઓફ

11 સપ્ટેમ્બર, 2025ના રોજ વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની અરજી માન્ય રાખીને જામીન રદ્દ કર્યા અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ પછી ખવડ અને તેમના સાગરિતોએ મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ખવડ પોલીસ કર્મીઓને ગળે લગાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેમેરા જોતાં તેમને દૂર ખસેડવામાં આવે છે. કોર્ટના આદેશ પ્રમાણે, તપાસ અધિકારી સમક્ષ 17 સપ્ટેમ્બર સુધી હાજરી આપવાની હતી, પરંતુ ખવડ કોર્ટમાં હાજર ન થયા હોવાથી તેમના વકીલે લેખિતમાં સંમતિ આપી હતી.

આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અલગથી અરજી કરી હતી, જેમાં જાણ કરવામાં આવી કે જામીન પર મુક્ત થયા પછી ખવડે સાક્ષીઓને ધમકાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ આરોપોને કારણે કોર્ટે જામીનની શરતોના ભંગને ગંભીરતાથી લઈને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે 30 દિવસની મહત્તમ સમયમર્યાદા આપી છે, જેમાં ખવડે ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનું છે. આદેશનું પાલન ન થાય તો વધુ કડક પગલાં લેવાશે, જેમ કે નોન-બિલાબલ વોરંટ જારી કરવું.

દેવાયત ખવડ ગુજરાતી લોકસાહિત્યમાં પ્રખ્યાત છે, જેમણે ઇશરદાન ગઢવી જેવા કલાકારોના પ્રેરણાથી કારકિર્દી શરૂ કરી અને વિદેશોમાં પણ પ્રદર્શનો કર્યા છે. પરંતુ તેમના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર કેસો નોંધાયા છે, જેમ કે 2022માં રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલાનો કેસ જેમાં હાઈકોર્ટે કન્ડિશનલ જામીન આપ્યા હતો. તો આ નવા કેસથી તેમની કારકિર્દી પર પડકારો વધ્યા છે. પોલીસ અને કોર્ટના આ પગલાંથી કાયદાના શાસનને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે, જેથી સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.

મળી રહેલી માહિતી અનુસાર, ખવડના વકીલો હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ફરિયાદી પક્ષે ન્યાય મેળવવાની આશા વ્યક્ત કરી છે. આગામી 30 દિવસોમાં ખવડનું સરેન્ડર કેસની દિશા નક્કી કરશે.

આ પણ વાંચો-Gandhinagar : સ્ટાર મહિલા ક્રિકેટર રાધા યાદવની CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત

Tags :
દેવાયત ખવડ
Next Article