Kolkata : હિન્દુઓ પર હુમલા થતાં બાંગ્લાદેશીઓની સારવાર નહીં કરવાનો હોસ્પિટલનો નિર્ણય
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થતાં કોલકાતાના માણિકતલાની જેએન રોય હોસ્પિટલનો નિર્ણય
- હોસ્પિટલ હવે હવે બાંગ્લાદેશથી આવતા દર્દીઓની સારવાર કરશે નહીં
- બાંગ્લાદેશના નાગરિકોએ ભારતીય તિરંગા પ્રત્યે જે અનાદર દર્શાવ્યો છે તેથી કરાયો આ નિર્ણય
Kolkata : બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ અને હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી સતત હિંસાના પ્રદર્શનની ગરમી દેશના ઘણા ભાગોમાં અનુભવાઈ રહી છે. દેશ સાથે એકતા દર્શાવતા, કોલકાતા ( Kolkata)ના માણિકતલાની એક હોસ્પિટલે કહ્યું છે કે તે હવે બાંગ્લાદેશથી આવતા દર્દીઓની સારવાર કરશે નહીં. જેએન રોય હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું કે આ નિર્ણય બાંગ્લાદેશના નાગરિકોએ ભારતીય તિરંગા પ્રત્યે જે અનાદર દર્શાવ્યો છે તેનું પરિણામ છે. હોસ્પિટલના અધિકારી સુભ્રાંશુ ભક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 'આજથી અમે બાંગ્લાદેશી દર્દીઓને અનિશ્ચિત સમય માટે સારવાર માટે દાખલ નહીં કરીએ, અમે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય જેમણે ભારત પ્રત્યે જે અનાદર દર્શાવ્યો છે તેના માટે છે.
'બાંગ્લાદેશ આઝાદ થયો, છતાં...'
અધિકારીએ કોલકાતાની અન્ય હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને પણ આવો જ નિર્ણય લેવા અપીલ કરી છે. અધિકારીનું કહેવું છે કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ થઈ રહેલી હિંસાના વિરોધમાં આવા કાર્યો કરવા જરૂરી છે. તેમણે કહ્યું, 'તિરંગાનું અપમાન જોઈને અમે બાંગ્લાદેશીઓ સાથે વ્યવહાર નહીં કરવાનો નિર્ણય કર્યો. બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ બનાવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે, છતાં ત્યાં ભારત વિરોધી ભાવનાઓ દેખાઈ રહી છે. અમને આશા છે કે અન્ય હોસ્પિટલો પણ આવો જ નિર્ણય લેશે.
આ પણ વાંચો----Baba Bageshwar: બાંગ્લાદેશના હિન્દુઓ ડરપોક ના હોવ તો રસ્તા પર ઉતરો
ચિન્મય કૃષ્ણ દાસને મુક્ત કરવાની માંગ
ઇસ્કોને શુક્રવારે અહીં આલ્બર્ટ રોડ પરના તેના કેન્દ્રમાં સતત બીજા દિવસે કીર્તનનું આયોજન કર્યું હતું, જેમાં બાંગ્લાદેશની જેલમાં બંધ હિન્દુ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની મુક્તિની માંગણી કરવામાં આવી હતી અને પડોશી દેશમાં ધાર્મિક લઘુમતીઓની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઇસ્કોનના અનુયાયીઓ તેમના હાથમાં પ્લેકાર્ડ લઇ ગયા હતા અને દાસના સમર્થનમાં કીર્તન કર્યું હતું. ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ (ખાસ કરીને હિંદુઓ)ની બગડતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર 200 થી વધુ હુમલા
બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિન્દુઓ લઘુમતી છે અને તેમની સંખ્યા માત્ર 8 ટકા છે. 5 ઓગસ્ટે શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન બાદથી બાંગ્લાદેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિંદુઓએ 200 થી વધુ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. દાસની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, સમુદાયના સભ્યોએ રાજધાની ઢાકા અને બંદર શહેર ચિત્તાગોંગ સહિત વિવિધ સ્થળોએ વિરોધ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો---બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા વચ્ચે Americaનું એલાન