Patan : આરોગ્ય વિભાગનો સપાટો, 180 કિગ્રા કેરી અને 60 કિગ્રા મેંગો મિલ્ક શેકનો સ્થળ પર નાશ કરાયો
Patan ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડેરીમાં ઓચિંતી તપાસ હાથધરી હતી અને એવન શ્રીજી ડેરી પ્રોડક્ટ ખાતે મેંગો મિલ્ક શેકનો નમૂનો લીધો હતો. અખાધ્ય વસ્તુઓ વેપારીઓ વેચતા હોવાની બાતમીના કારણે આ કામગીરી કરાઈ હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.
Advertisement
Patan : તપાસ દરમિયાન 180 કિગ્રા કેરી અને 60 કિગ્રા મેંગો મિલ્ક શેકનો નાશ કરવામાં આવ્યો છે અને નાશ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 17,200 છે. બનાસ બેવરજીસ ખાતે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર યુનિટમાં તાપસ કરાઈ અને 18,240 પાણીની બોટલો સીઝ કરવામાં આવી છે. જેમાં સીઝ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 3,64,800 છે.

