Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણામાં ફૂડ વિભાગની ‘કિચન ક્લીન’ ઝુંબેશ, નકલી જીરૂં-વરીયાળી પર ક્યારે એક્શન?

મહેસાણા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ફૂડ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ‘કિચન ક્લીન’ અભિયાન હેઠળ વડનગર સહિત જિલ્લાના અનેક સ્થળોએ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. ફૂડ અધિકારી વી. જે. ચૌધરીની આગેવાનીમાં બે ટીમો અને ફૂડ સેફટી વાન સાથે ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં હોટલો, રેસ્ટોરાં અને પાણીપુરીની લારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આજે કરવામાં આવેલી તપાસમાં સડેલા બટાકા અને ખરાબ પાણીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
મહેસાણામાં ફૂડ વિભાગની ‘કિચન ક્લીન’ ઝુંબેશ  નકલી જીરૂં વરીયાળી પર ક્યારે એક્શન
Advertisement
  • કિચન ક્લીન : મહેસાણામાં ફૂડ વિભાગની તપાસ, પાણીપુરીની લારીઓમાંથી સડેલા બટાકા નાશ
  • ‘કિચન ક્લીન’ મહેસાણામાં પાણીપુરીના ખરાબ પાણીનો ફૂડ વિભાગે કર્યો નાશ
  • વડનગરમાં ફૂડ વિભાગની તપાસ, અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે કડક કાર્યવાહી
  • મહેસાણામાં પાણીપુરીની લારીઓ પર ફૂડ વિભાગની રેડ, હાઈજીનની તપાસ
  • ફૂડ સેફટી વાન સાથે મહેસાણામાં તપાસ, સડેલા બટાકા અને ખરાબ પાણી નાશ

મહેસાણા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ફૂડ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ‘કિચન ક્લીન’ અભિયાન હેઠળ વડનગર સહિત જિલ્લાના અનેક સ્થળોએ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. ફૂડ અધિકારી વી. જે. ચૌધરીની આગેવાનીમાં બે ટીમો અને ફૂડ સેફટી વાન સાથે ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં હોટલો, રેસ્ટોરાં અને પાણીપુરીની લારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આજે કરવામાં આવેલી તપાસમાં સડેલા બટાકા અને ખરાબ પાણીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે અખાદ્ય ખોરાકના કેસમાં કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી.

‘કિચન ક્લીન’ ઝુંબેશ

મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગે ‘કિચન ક્લીન’ અભિયાન હેઠળ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને હાઈજીનના ધોરણોની તપાસ શરૂ કરી છે. થોડા દિવસો અગાઉ હોટલો અને રેસ્ટોરાંઓ પર કરવામાં આવેલી તપાસમાં મોટી માત્રામાં અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આજે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીની લારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ હાથ ધરી, જેમાં બટાકા, પાણીપુરીનું પાણી અને હાઈજીનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Advertisement

Advertisement

ફૂડ અધિકારી વી. જે. ચૌધરીની ટીમે સડેલા બટાકા અને ખરાબ પાણીનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. ઉપરાંત, લાયસન્સ વિના ચાલતી લારીઓને નોટિસ આપવામાં આવી અને હાઈજીનના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગની કડક કાર્યવાહી

ફૂડ અધિકારી વી. જે. ચૌધરીએ જણાવ્યું કે, “જનતાના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય. અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે વેપારીઓને ફૂડ લાયસન્સ મેળવવા અને હાઈજીનના ધોરણોનું પાલન કરવા તાકીદ કરી હતી. ફૂડ સેફટી વાનની મદદથી ટીમે ઝડપી અને અસરકારક તપાસ હાથ ધરી, જેના કારણે અખાદ્ય ખોરાકનો જથ્થો તાત્કાલિક નાશ કરી શકાયો.

અગાઉની તપાસની સફળતા

થોડા દિવસો અગાઉ ફૂડ વિભાગે મહેસાણા અને વડનગરની હોટલો અને રેસ્ટોરાંઓ પર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પણ મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશે સ્થાનિક વેપારીઓમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, પરંતુ હજુ પણ કેટલાક વેપારીઓ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.

આ તપાસથી જનતામાં પણ જાગૃતિ ફેલાઈ છે. ફૂડ વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ બજારમાંથી ખોરાક ખરીદતા પહેલાં વેપારીનું ફૂડ લાયસન્સ અને હાઈજીનની સ્થિતિ તપાસે. ખાસ કરીને પાણીપુરી, ચાટ અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ ખાતી વખતે સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે આવા ખોરાકથી આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

ક્લિન જીરૂં-વરીયાળી ઝુંબેશ ક્યારે?

ફૂડ વિભાગે જણાવ્યું છે કે ‘કિચન ક્લીન’ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ તપાસનો દાયરો વધારવામાં આવશે, અને જે વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની આ ઝુંબેશથી મહેસાણા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના ધોરણોમાં સુધારો થવાની આશા છે.

આ બધા વચ્ચે ફૂડ અધિકારી વી. જે. ચૌધરી ઉંઝામાં નકલી જીરૂં અને કલરવાળી વરિયાળીને લઈને પાછળા ઘણા સમયથી ફરિયાદો સામે આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય પણ આને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ખતરનાક અને ઝેરી કેમિકલથી ઉંઝામાં મોટા પ્રમાણમાં નકલી જીરૂં અને ખરાબ વરીયાળીને કલર કરવામાં આવવાની બૂમરાણ પાછલા ઘણા સમયથી સામે આવી રહી છે.

આ પણ વાંચો- Ahmedabad : અમદાવાદમાં SIR ની કામગીરીને લઈને કલેક્ટરે આપી માહિતી

Tags :
Advertisement

.

×