ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફૂટબોલ લેજેન્ડ મેસ્સી એ આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો, દિગ્ગજ મેરાડોનાને સમર્પિત કરી ટ્રોફી

ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સી એ ફરી એકવાર પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેસ્સી બેલોન ડી'ઓર એવોર્ડ જીતનાર પ્રથમ SLS ખેલાડી બન્યો છે. ઇન્ટર મિયામીના માલિક અને ફૂટબોલ લેજેન્ડ ડેવિડ...
08:29 AM Oct 31, 2023 IST | Harsh Bhatt
ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સી એ ફરી એકવાર પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેસ્સી બેલોન ડી'ઓર એવોર્ડ જીતનાર પ્રથમ SLS ખેલાડી બન્યો છે. ઇન્ટર મિયામીના માલિક અને ફૂટબોલ લેજેન્ડ ડેવિડ...

ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સી એ ફરી એકવાર પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી'ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેસ્સી બેલોન ડી'ઓર એવોર્ડ જીતનાર પ્રથમ SLS ખેલાડી બન્યો છે. ઇન્ટર મિયામીના માલિક અને ફૂટબોલ લેજેન્ડ ડેવિડ બેકહામે મેસ્સીને આ સન્માન આપ્યું છે. લિયોનેલ મેસ્સી અગાઉ 2009, 2010, 2011, 2012, 2015, 2019 અને 2021માં બેલોન ડી'ઓર એવોર્ડ જીતી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે, બેલોન ડી'ઓર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. તે દર વર્ષે ફૂટબોલ ક્લબ અને રાષ્ટ્રીય ટીમના ખેલાડીને તેના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આપવામાં આવે છે.

 

મેસ્સી એ આર્જેન્ટિનાના દિગ્ગજ ડિએગો મેરાડોનાને સમર્પિત કરી ટ્રોફી

મેસ્સીએ આ ટ્રોફી આર્જેન્ટિનાના દિવંગત દિગ્ગજ ડિએગો મેરાડોનાને સમર્પિત કરી છે. મેરાડોના 25 નવેમ્બર , 2020 ના રોજ મૃત્યુ પામ્યા હતા. પરંતુ આજે પણ ફૂટબોલ જગતમાં તેમનું માન સમ્માન ખૂબ જ છે.  મેરાડોના જો હાલ હયાત હોટ તો તેઓ 30  ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હોત, એટલા માટે મેસ્સી એ મેરાડોનાને આ એવાર્ડ સમર્પિત કરતા કહ્યું હતું કે "હેપ્પી બર્થડે ડિએગો. આ તમારા માટે  છે"

રોનાલ્ડો કરતાં મેસ્સી આગળ 

મેસ્સી 36 વર્ષનો છે અને તેણે 2009માં તેનો પ્રથમ બેલોન ડી'ઓર જીત્યો હતો. આઠ બેલોન ડી'ઓર સાથે, તે હવે તેના જૂના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં ત્રણ એવાર્ડ વધારે જીત્યો  છે.

આ પણ વાંચો -- Pakistan : વર્લ્ડ કપ વચ્ચે જ પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ, આ દિગ્ગજે આપી દીધું રાજીનામું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Ballon d'OrFootballLeoMaradonaMessironaldo
Next Article