સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી શિવજીની ભક્તિમાં પરોવાયા, હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યા
- તાજેતરમાં ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી ભારતના પ્રવાસે હતા
- પ્રવાસના અંતિમ દિવસે મેસ્સી જામનગરમાં નવતારામાં પહોંચ્યા
- વનતારામાં મેસ્સી અને તેમની સમગ્ર ટીમ શિવજીની ભક્તિમાં લીન બન્યા
Lionel Messi In Vantara : તાજેતરમાં ફૂટબોલ જગતના સુપર સ્ટાર લિયોનેલ મેસ્સી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ભારત પ્રવાસના અંતિમ દિવસે તેઓ તેમની ટીમ સાથે જામનગરમાં અનંત અંબાણી અને રાધીકા અંબાણીની મહેમાનગતિ માણવા માટે વનતારા આવી પહોંચ્યા હતા. વનતારામાં મહાદેવનું મંદિર આવેલું છે, જેમાં તેમણે મહાદેવને પંચામૃત અર્પણ કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી. એટલું જ નહીં મેસ્સીની ટીમ દ્વારા પણ મહાદેવનો દુગ્ધાભિષેક કરવામાં આવ્યો હતો. આમ, લિયોનેલ મેસ્સી અને તેની સમગ્ર ટીમ શિવજીની ભક્તિમાં લીન બન્યા હતા. આ તકે અનંત અંબાણી સતત તેમની જોડે રહ્યા હતા.
ફૂટબોલના 'Goat' ગણાતા લાયોનલ મેસીએ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વનતારા'ની મુલાકાત લીધી
ફુટબોલના લેજન્ડ લાયનલ મેસીએ જામનગરમાં હાથીઓ સાથે ફુટબોલ રમીને સૌને આશ્ચર્યચકિત કર્યા
મેસીને હાથીઓ સમક્ષ ફુટબોલના કરતબ કરતા જોઈ અનંત અંબાણી તાળીઓ પાડતા અને ઉત્સાહિત જોવા મળ્યા
Courtesy: ANI… pic.twitter.com/9Yb6WRLURO— Gujarat First (@GujaratFirst) December 17, 2025
એલિફન્ટ કેરમાં પહોંચ્યા અને સ્થિતી જાણી
મેસ્સી અને તેમની ટીમ વનતારામાં આવી પહોંચતા તેમનું પરંપરાગત રીતે અનંત અંબાણી અને રાધીકા અંબાણી દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામે ગણેશજીની આરતી પણ કરી હતી, તથા મહાદેવને અભિષેક અર્પણ કર્યો હતો. આ તકે મેસ્સી અને તેની ટીમે ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તે બાદ મેસ્સી રાત્રીના સમયે વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એલિફન્ટ કેરમાં જઇને બિમાર હાથી અને તેના બચ્ચા મણિકલાલની ખબર-અંતર જાણી હતી.
સાથે લુઇસ અને રોડ્રિગો પણ હાજર રહ્યા
ત્યાર બાદ મેસ્સી મણિકલાલ જોડે ફૂડબોલ રમ્યા હતા. આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. મેસ્સીની ભારતની મુલાકાતને યાદગાર બનાવવા માટે અનંબ અંબાણી અને રાધિકા અંબાણી દ્વારા એક સિંહના બચ્ચાનું નામકરણ લિયોનેલ રાખ્યું હતું. મેસ્સીની વનતારાની મુલાકાત દરમિયાન તેમના ક્લબના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. વનતારા મેસ્સીના ભારત પ્રવાસનો અંતિમ પડાવ હતો. જેને અનેક રીતે યાદગાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ----- Lionel Messi એ ભારતના પ્રવાસ બાદ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો, ઇન્ડિયાના ચાહકોનો માન્યો આભાર


