ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રથમ વાર મુખ્યમંત્રીના નિવાસ્થાને શરૂ કરાયું હેમ રેડિયો સ્ટેશન, સરપંચો સાથે વાતચીત કરી

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર વધુ પ્રચંડ બની રહી છે. સરકાર અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ અને રાહતના કાર્યો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેશ બોર્ડથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો હતો. તેમણે...
09:05 PM Jun 14, 2023 IST | Hiren Dave
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર વધુ પ્રચંડ બની રહી છે. સરકાર અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ અને રાહતના કાર્યો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેશ બોર્ડથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો હતો. તેમણે...
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર વધુ પ્રચંડ બની રહી છે. સરકાર અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ અને રાહતના કાર્યો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેશ બોર્ડથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો હતો. તેમણે કચ્છના માંડવીના પીપરી ગામના સરપંચ સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધી વાત કરી હતી.

164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો
ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.

સરપંચોએ મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી
સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.

નાગરિકો કોઈપણ ટેલીકોમ નેટવર્કનો ઉપયોગ કરી શકશે
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં 17  જૂન 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આપણ  વાંચો -અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

 

Tags :
Biparjoy CycloneCM Bhupendra Patelcoastal-villages-from-dashboarddirectly-interacted-with-sarpanchesGujarat
Next Article