ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World University Games માટે પહેલીવાર ગુજરાતનાં આ બે ખેલાડીઓની પસંદગી

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતનાં બે ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ ભારતીય બાસ્કેટબોલ ટીમમાં કુલદીપ ટમાલીયા અને કૃષ્ણપાલસિંહ ગોહિલની પસંદગી બંને ખેલાડીઓએ આજે ગૃહમંત્રી સાથે કરી મુલાકાત ગુજરાત માટે વધુ એકવાર ગૌરવ લેવાનો ક્ષણ આવ્યો છે. કારણ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં (World...
07:27 PM Jul 30, 2024 IST | Vipul Sen
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતનાં બે ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ ભારતીય બાસ્કેટબોલ ટીમમાં કુલદીપ ટમાલીયા અને કૃષ્ણપાલસિંહ ગોહિલની પસંદગી બંને ખેલાડીઓએ આજે ગૃહમંત્રી સાથે કરી મુલાકાત ગુજરાત માટે વધુ એકવાર ગૌરવ લેવાનો ક્ષણ આવ્યો છે. કારણ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં (World...
સૌજન્ય : Google
  1. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતનાં બે ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ
  2. ભારતીય બાસ્કેટબોલ ટીમમાં કુલદીપ ટમાલીયા અને કૃષ્ણપાલસિંહ ગોહિલની પસંદગી
  3. બંને ખેલાડીઓએ આજે ગૃહમંત્રી સાથે કરી મુલાકાત

ગુજરાત માટે વધુ એકવાર ગૌરવ લેવાનો ક્ષણ આવ્યો છે. કારણ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં (World University Games) ગુજરાતનાં બે ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટેની ભારતીય બાસ્કેટબોલ ટીમમાં ગુજરાતનાં બે ખેલાડીઓ સિલેક્ટ થયા છે. તાઇવાન (Taiwan) ખાતે સપ્ટેમ્બર મહિનામાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાશે.

આ પણ વાંચો- Gujarat Congress : કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટનાં શરણે, રાહુલ ગાંધી આવશે ગુજરાત!

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતના બે ખેલાડીઓની પસંદગી

જણાવી દઈએ કે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનાં (Swarnim Gujarat Sports University) બે ખેલાડીઓને ભારતીય બાસ્કેટ બોલની ટીમમાં સ્થાન મળ્યું છે. આથી, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતનાં આ ખેલાડીઓ કુલદીપ ટમાલિયા (Kuldeep Tamalia) અને કૃષ્ણપાલસિંહ ગોહિલ (Krishnapalsingh Gohil) દેશનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે કે જ્યારે ગુજરાતનાં બે ખેલાડીઓ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં રમવા માટે જશે. માહિતી મુજબ, આ બંને ખેલાડીઓએ આજે ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી.

આ પણ વાંચો- CM Gujarat-જૂનાગઢવાસીઓને રૂ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ

સપ્ટેમ્બરમાં તાઇવાન ખાતે યોજાશે સ્પર્ધા

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં તાઇવાન (Taiwan) ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનું (World University Games) આયોજન કરવામાં આવ્યું છે. બાસ્કેટબોલ ખેલાડીનાં ( Basketball) ખેલાડી કુલદીપ ટમાલિયાએ ગુજરાત ફર્સ્ટ ( Gujarat First) સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 2 સપ્ટેમ્બરનાં રોજ રમાશે. આ સ્પર્ધાનું આયોજન ચાઈનીઝ તાઇપે (Chinese Taipei) તાઇવાન ખાતે યોજાશે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પહેલી વખત ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનાં બે ખેલાડીઓ સિલેક્ટ થયા છે. આ મામલે અમને ખૂબ જ ખુશી છે. બંને ખેલાડીઓએ આજે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો- Water Harvesting -ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય

Tags :
Basketball player Kuldeep TamaliaChinese TaipeiFISU World University GamesGujaratGujarat FirstGujarati NewsIndian basketball TeamKrishnapalsingh GohilSwarnim Gujarat Sports UniversityTaiwanWorld University Games
Next Article