Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી, તાલાલામાં આવ્યો ભૂકંપ!

સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી (Gir Somnath) અમરેલી બાદ હવે ગીર સોમનાથનાં તાલાલામાં ભૂકંપ ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં દિવાળીનાં તહેવાર (Diwali 2024) વચ્ચે રાજ્યમાં સતત બીજા...
સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી  તાલાલામાં આવ્યો ભૂકંપ
Advertisement
  1. સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી (Gir Somnath)
  2. અમરેલી બાદ હવે ગીર સોમનાથનાં તાલાલામાં ભૂકંપ
  3. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી
  4. કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં

દિવાળીનાં તહેવાર (Diwali 2024) વચ્ચે રાજ્યમાં સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરતી ધ્રૂજી છે. ગઈકાલે અમરેલી (Amreli) જિલ્લામાં વિવિધ પંથકમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ત્યારે આજે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં તાલાલા તાલુકામાં ભૂકંપ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તાલાલામાં (Talala) બપોરે અંદાજે 3.52 કલાકે ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાયો છે. તાલાલા શહેર અને નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી છે. જ્યારે કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Amreli : દિવાળીનાં બે દિવસ પહેલા ભૂકંપનો આંચકો, આ વિસ્તારોમાં ધરતી ધ્રુજી

Advertisement

Advertisement

સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ભૂકંપ, આજે તાલાલામાં ધરા ધણધણી

દિવાળીનાં તહેવારની ઉજવણી વચ્ચે સૌરાષ્ટ્રમાં (Saurashtra) સતત બીજા દિવસે ધરા ધ્રૂજી છે. ગઈકાલે અમરેલી બાદ આજે ગીર સોમનાથ જિલ્લાનાં (Gir Somnath) તાલાલા તાલુકામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે બપોરે અંદાજે 3.52 કલાકે તાલાલા શહેર અને નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આથી, લોકો ડરીને ઘરની બહાર આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી છે. જ્યારે તેનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Banaskantha : વાવમાં 'વટની લડાઈ' માં ત્રિપાંખિયો જંગ! ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ, આટલા રદ્દ

ગઈકાલે અમરેલીમાં આવ્યો હતો ભૂકંપ

જણાવી દઈએ કે, ગઈકાલે અમરેલી (Amreli) જિલ્લામાં ધરા ધ્રૂજી હતી. જિલ્લાનાં ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધીનાં વિસ્તારોમાં ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. સાંજનાં અંદાજે 5.16 કલાકે અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી હતી. સાવરકંડલામાં મીતીયાળા, ધજડી, સાકરપરા સહિતનાં ગામોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે (Gandhinagar Seismology Department) 3.7 નો આંચકો હોવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો - Amreli: PM નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન, હેલિકોપ્ટર મારફતે જશે અમરેલી

Tags :
Advertisement

.

×