Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરામાં આગમન

VADODARA : એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ. જયશંકરને રીસીવ કર્યા બાદ તેઓની કારનો કાફલો નિયત કાર્યક્રમ સ્થળે જવા રવાના થયો હતો
vadodara   ભારતના વિદેશ મંત્રી એસ  જયશંકરનું વડોદરામાં આગમન
Advertisement
  • ભારતના વિદેશ મંત્રી વડોદરાના મહેમાન બન્યા
  • આજે બપોરે હવાઇ માર્ગે તેઓ વડોદરા આવી પહોંચ્યા છે
  • ખાનગી યુનિ.ના સંચાલકો દ્વારા વિદેશ મંત્રી એસ. જયશંકરને રીસીવ કરવામાં આવ્યા

VADODARA : ભારતના વિદેશ મંત્રી (FOREIGN MINISTER OF INDIA) એસ જયશંકરનું (S. JAISHANKAR) વડોદરા (VADODARA) માં આગમન થયું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર વડોદરાની ખાનગી યુનિ. દ્વારા આયોજિત પદવીદાન સમારોહમાં (CONVOCATION CEREMONY) હાજરી આપનાર છે. આ અગાઉ વિદેશ મંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગામોમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા આવ્યા હતા. વિદેશ મંત્રી કાફલા સાથે સીધા જ નિયત સ્થળે પહોંચવા માટે રવાના થયા છે. યુનિ.ના સંચાલકો દ્વારા વિદેશ મંત્રીને એરપોર્ટ પર રીસીવ કરવામાં આવ્યા છે.

યુનિ.ના સંચાલકો એરપોર્ટ પર હાજર રહ્યા

ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. આજે બપોરે તેઓનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું છે. વડોદરામાં આયોજિત ખાનગી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેઓ હાજરી આપનાર છે. વિદેશ મંત્રી એસ જયશંકરને આવકારવા માટે યુનિ.ના સંચાલકો એરપોર્ટ પર હાજર રહ્યા હતા. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ. જયશંકરને રીસીવ કર્યા બાદ તેઓની કારનો કાફલો નિયત કાર્યક્રમ સ્થળે જવા રવાના થયો હતો. આ તકે વિદેશ મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું.

Advertisement

ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભણતર પૂર્ણ કરી ચૂકેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકર વડોદરા આવી પહોંચ્યા છે. ખાનગી યુનિ.માં સંભવત રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સુત્રોએ આખરમાં ઉમેર્યું છે.

Advertisement

આ પણ વાંચો --- Banaskantha : 50,000 રિચાર્જ કૂવા બનશે, દાંતીવાડાના ચોડુંગરીથી જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમનો CMએ કરાવ્યો પ્રારંભ

Tags :
Advertisement

.

×