QUAD MEETING : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર 3 દિવસ અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે
- ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રી અમેરિકાની મુલાકાતે
- ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં ભાગ લેશે
- યુએનમાં "ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ" નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે
QUAD MEETING : ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર (FOREIGN MINISTER OF INDIA - S JAISHANKAR) આજથી 3 દિવસ અમેરિકાની મુલાકાતે (USA VISIT) છે, જ્યાં તેઓ અમેરિકના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ (FOREIGN MINISTER OF AMERICA - MARCO RUBIO) ના આમંત્રણ પર આવતીકાલે ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની (QUAD GROUP OF FOREIGN MINISTERS - 2025) બેઠકમાં હાજરી આપશે. જેમાં મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે એક સામાન્ય દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ વખત તેઓ અમેરિકામાં ક્વાડ ગ્રુપની બેઠકમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું ?
વિદેશ મંત્રાલય (MEA)એ રવિવારે કહ્યું હતું કે, જયશંકર US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના આમંત્રણ પર 30 જૂનથી 2 જુલાઈ સુધી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. 1 જુલાઈના રોજ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક 21 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં થયેલી અગાઉની બેઠકમાં થયેલી ચર્ચાઓ પર આધાર રાખશે. MEAએ વધુમાં નિવેદનમાં કહ્યું કે,"તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક સંબંધિત વિચારોનું આદાન-પ્રદાન કરશે અને ભારત દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના શિખર સંમેલન પહેલા વિવિધ ક્વાડ પહેલ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરશે."
મહત્ત્વપૂર્ણ ક્વાડ ગ્રુપ
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ કરતું ક્વાડ, એક મુખ્ય ગ્રુપ તરીકે ઉભરી આવ્યું છે જે મોટાભાગે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 30 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં "ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ" નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે.
આ પણ વાંચો ---- યૂરોપિયન દેશ સર્બિયામાં વિદ્યાર્થી આંદોલન બન્યું હિંસક, રાષ્ટ્રપતિ વુસિકની ખુરશી પર સંકટ!