પાકિસ્તાન જોડે તણાવ વચ્ચે ભારત અને અમેરિકાનું ટોચનું નેતૃત્વ સતત સંપર્કમાં
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતી વણસી રહી છે
- ભારત પાકિસ્તાનના હુમલા નિષ્ફળ કરવાની સાથે વળતો પ્રહાર પણ કરી રહ્યું છે
- આ વચ્ચે ભારત અને અમેરિકાનું ટોચનું નેતૃત્વ સતત સંપર્કમાં છે
INDIA AND USA : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ (INDIA PAKISTAN TENSION) સ્થિતિ વચ્ચે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર (S. JAISHANKAR) સાથે ટેલિફોનિક વાત કરી છે. ભારત સરકારના કેન્દ્રીય મંત્રીએ આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા માધ્યમથી કરી છે. તે બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ વાટાઘાટો અંગે એક નિવેદન જારી કર્યું છે.
બંને પક્ષોને તણાવ ઘટાડવાના રસ્તાઓ શોધવા સલાહ
એસ જયશંકરે ટ્વીટર X પોસ્ટ દ્વારા માહિતી આપતાલખ્યું કે, સવારે મેં અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે વાતચીત કરી છે. ભારતનો અભિગમ હંમેશા સંતુલિત અને જવાબદાર રહ્યો છે અને આજે પણ તે એવો જ છે. આ તકે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસને ટાંકીને જાણવા મળ્યું કે, વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી છે. રુબિયોએ બંને પક્ષોને તણાવ ઘટાડવાના રસ્તાઓ શોધવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરી શરૂ કરવાની સલાહ આપી છે.
માર્કો રુબિયોએ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાત કરી
તેમણે ભવિષ્યના વિવાદો ટાળવા માટે મદદની પણ બાંહેધારી આપતા કહ્યું કે, અમેરિકાએ "રચનાત્મક સંવાદ"નો પણ પ્રસ્તાવ મૂક્યો છે. શનિવારે સવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાત કરી હતી. તેમણે તણાવ ઓછો કરવા વિનંતી કર્યો હતો.
અમેરિકાની મદદની વાત પણ કરી
ટેમી બ્રુસે એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે બંને પક્ષોને તણાવ ઘટાડવા માટેના માર્ગો શોધવા વિનંતી કરી હતી, સાથે જ ભવિષ્યમાં સંઘર્ષ ટાળવા માટે રચનાત્મક સંવાદ શરૂ કરવામાં અમેરિકાની મદદની વાત પણ કરી હતી.
ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું
માર્કો રુબિયોએ વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર વચ્ચેની વાતચીત સમયે પાકિસ્તાન સતત ભારતીય રાજ્યોમાં ડ્રોનથી હુમલો કરી રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે. દરમિયાન ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.
સિયાલકોટ એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, પાકિસ્તાનની કાર્યવાહી પછી તાત્કાલિક વળતો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રફીકી, મુરીદ, ચકલાલા, રહેમ્યાર ખાન ખાતેના પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર સટીક વાર કરતા શસ્ત્રો અને લડાકુ વિમાનોથી હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ સિયાલકોટ એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અમે ખાતરી કરી કે ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન થાય. પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો હતો.
આ પણ વાંચો --- ભારત વિરૂદ્ધ અપપ્રચારનો કારસો નિષ્ફળ, PIB એ પાકિસ્તાનની 'ગપ્પાબાજી' પકડી