ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chotaudepur : બોગસ સરકારી ઓફિસ કૌભાંડની તપાસ માટે SIT ની રચના

અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવનારા નકલી સરકારી ઓફિસ બનાવી રૂપિયા ૪.૧૫ લાખનું કૌભાંડ આચરનારની બોડેલી સ્થિત નકલી કચેરી તેમજ વડોદરાથી તેના નિવાસસ્થાને પોલીસે તપાસ આદરી અનેક ડોક્યુમેન્ટ કબજે કરાયા છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે આજે જણાવ્યું હતું...
05:57 PM Oct 30, 2023 IST | Vipul Pandya
અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવનારા નકલી સરકારી ઓફિસ બનાવી રૂપિયા ૪.૧૫ લાખનું કૌભાંડ આચરનારની બોડેલી સ્થિત નકલી કચેરી તેમજ વડોદરાથી તેના નિવાસસ્થાને પોલીસે તપાસ આદરી અનેક ડોક્યુમેન્ટ કબજે કરાયા છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે આજે જણાવ્યું હતું...

અહેવાલ--તોફિક શેખ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવનારા નકલી સરકારી ઓફિસ બનાવી રૂપિયા ૪.૧૫ લાખનું કૌભાંડ આચરનારની બોડેલી સ્થિત નકલી કચેરી તેમજ વડોદરાથી તેના નિવાસસ્થાને પોલીસે તપાસ આદરી અનેક ડોક્યુમેન્ટ કબજે કરાયા છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે આજે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ છે.

ભાડુ અબુ બકર આપતો હતો

જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે નકલી કાર્યપાલક અધિકારી સંદીપ રાજપૂતનો ડ્રાઇવર બનીને અબુ બકર સૈયદ આવતો હતો. બંને વચ્ચે થયેલી વોટ્સએપ ચેકિંગના આધારે અબુ બકરની ધરપકડ કરાઇ છે. પોલીસે બોડેલી ખાતે ઉભી કરાયેલી નકલી સરકારી કચેરીમાં સર્ચ કર્યું હતું. બોડેલીના મોડાસર ચોકડી પાસે આવેલ ૨૧૧ નંબરના ફ્લેટમાં સમગ્ર કારસ્તાન ચલાવવામાં આવતું હતું. ભાડે રાખેલ ફ્લેટનો ભાડા કરાર સંદીપ રાજપૂતના નામે હતો. જેનું ભાડું ઓનલાઇન કે ચેક દ્રારા અબુબકર આપતો હતો.

બેંક પાસે એકાઉન્ટ ડીટેલ પણ માંગવામાં આવી

એસઆઇટીમાં ડીવાયએસપી સહિત પીઆઇ અને ત્રણ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરાયો છે.સંદીપ અને અબુબકરના વડોદરા ખાતેના મકાને પણ તપાસ આદરવામાં આવી હતી. જેમાં પણ સાધન સામગ્રી સહિતની વસ્તુઓ કબજે કરી છે. આરોપીઓ દ્વારા કઈ રીતે પેમેન્ટ મેળવ્યું તે અંગે તપાસ માટે બેંક પાસે એકાઉન્ટ ડીટેલ પણ માંગવામાં આવી છે તથા બેંક ખાતુ સીઝ કરવામાં આવ્યું છે.

કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત

પોલીસે બોડેલીની નકલી સરકારી કચેરીમાં તપાસ કરીને એક મોનીટર, માઉસ, કી બોર્ડ અને ઓફિસનું નામ દર્શાવતા કાગળ/ બેનર વગેરે જપ્ત કર્યા હતા. જ્યારે અબુ બકરના ઘેરથી લેપટોપ, પેન ડ્રાઇવ તથા તેની ઓફિસમાંથી કોમ્પ્યુટર સાથેની સામગ્રી અને ઝેરોક્ષ મશીન, સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યું હતું. સંદીપના ઘરમંથી પણ કોમ્પ્યુટર અને લેપટોપ જપ્ત કરાયું હતું.

આ પણ વાંચો---- PM MODI: આખું ઉત્તર ગુજરાત સૂર્ય શક્તિથી આગળ વધશે

Tags :
bogus government office scamChotaudepurpoliceSIT
Next Article