બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, બે બેઠક પર ચૂંટણી લડવા પર જાણો શું કહ્યું....!
- બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Tejashwi Yadav એ ઉમેદવારી નોંધાવી
- વૈશાલી જિલ્લાના રાધોપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
- ઉમેદવારી ફોર્મ ભરતા સમયે લાલુ-રાબડીદેવી ઉપસ્થિત રહ્યા હતા
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે બુધવારે 15 ઓક્ટોબરે વૈશાલી જિલ્લાના હાજીપુર ખાતે રાઘોપુર બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમના પિતા અને RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવી સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી Tejashwi Yadav એ ઉમેદવારી નોંધાવી
નોંધનીય છે કે તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર એક જ બેઠક, રાઘોપુર પરથી ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું હતું કે "કેટલાક લોકો કહી રહ્યા હતા કે હું બે જગ્યાએથી ચૂંટણી લડીશ, પરંતુ એવું નથી. હું ફક્ત એક જ બેઠક પરથી ચૂંટણી લડીશ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાઘોપુરના લોકો મારા પર વિશ્વાસ કરશે.તેજસ્વી યાદવે તેમના ચૂંટણીના મુખ્ય લક્ષ્યો પર ભાર મૂકતા કહ્યું હતું કે તેઓ માત્ર સરકાર બનાવવા માંગતા નથી, પરંતુ બિહાર બનાવવા માંગે છે.તેમણે રાજ્યમાંથી સ્થળાંતર અને બેરોજગારીને દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને જાહેરાત કરી કે: "એવું કોઈ ઘર નહીં હોય જેમાં સરકારી નોકરી ન હોય. અમે સ્થળાંતર અને બેરોજગારીને મૂળમાંથી નાબૂદ કરીશું.""રાઘોપુરના લોકોએ સતત બે વાર મારા પર વિશ્વાસ કર્યો છે. જનતા જ માલિક છે. હવે બિહાર ભ્રષ્ટાચાર અને ગુનામુક્ત રાજ્ય બનવા માંગે છે.
Tejashwi Yadav એ ભાજપ અને જેડીયુ પર કર્યા આકરા પ્રહાર
ઉલ્લેખનીય છે કે ઉમેદવારી નોંધાવ્યા પછી, RJD નેતા તેજસ્વી યાદવે JDU અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે બિહારના લોકો આ વખતે પરિવર્તન ઇચ્છે છે.તેમણે JDUની આંતરિક સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું: "નીતિશ કુમાર હવે JDU ચલાવી રહ્યા નથી. લલ્લન સિંહ, સંજય ઝા અને વિજય ચૌધરી JDU ચલાવી રહ્યા છે. નીતિશ કુમારનો જનતા દળ (યુનાઇટેડ) હવે રહ્યો નથી. આ ત્રણ નેતાઓ ભાજપને વેચાઈ ગયા છે અને નીતિશ કુમારને બરબાદ કરી દીધા છે.
તેજસ્વી યાદવે INDIA બ્લોકના એક સહયોગી તરીકે તેમની પ્રતિબદ્ધતા દોહરાવતા કહ્યું, "અમે એવી સરકાર લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે લોકોને સારું શિક્ષણ અને આરોગ્યસંભાળ આપે અને તેમની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવે. અમે બિહારના દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક સભ્યને સરકારી નોકરી મળે તે સુનિશ્ચિત કરવા માટે એક કાયદો લાવવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો: ચિરાગ પાસવાને બિહાર ચૂંટણી માટે 14 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી