Maharashtra ના રાજકારણને થાળે પાડશે રૂપાણી-રમણ, મળી મોટી જવાબદારી
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઇ મોટી જવાબદારી
- મહારાષ્ટ્રમાં હાલ જે સ્થિતિ છે તેને થાળે પાડવા માટેની જવાબદારી
- ત્રણ પક્ષો વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટેની જવાબદારી સોંપાઇ
અમદાવાદ : મહારાષ્ટ્રમાં ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપે કેન્દ્રીય પર્યવેક્ષકોની નિયુક્તિ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઓબ્જર્વર નિયુક્ત કર્યા છે. બંન્ને પર્યવેક્ષક મુંબઇ જશે અને ધારાસભ્યોની સાથે બેઠક કરશે. ત્યાર બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આયોજીત થશે. આ કાર્યક્રમ મુંબઇના આઝાદ મેદાનમાં સાંજે 5 વાગ્યે આયોજીત થશે. તેની પહેલા 4 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક યોજાઇ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષક આવશે અને ધારાસભ્યો સાથે વાતચીત કરશે. જો કે 5 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે અને તેમની સાથે ડેપ્યુટી અને અન્ય મંત્રીઓ પણ શપથ લેશે? તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી.
આ પણ વાંચો : Maharashtra માં દેવેન્દ્ર ફડણવીસ CM, એકનાથ શિંદેનો પુત્ર ડેપ્યુટી CM?, જાણો કોણે કહ્યું...
અગાઉ એક બેઠક થઇ ચુકી છે
અગાઉ મુંબઇમાં મહાયુતીના નેતાઓની એક મોટી બેઠક આયોજીત થઇ છે. આ બેઠક આજે થવાની હતી, જો કે શિંદેની અસ્વસ્થય હોવાના કારણે ટળી હતી. આ બેઠકમાં સીએમ ફેસ તથા પાવર શેરિંગ અંગે ચર્ચા થશે. કોઇ દળના મંત્રી અને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અંગે વાતચીત થશે.
4 ડિસેમ્બરે થઇ શકે છે ધારાસભ્યોની બેઠક
ભાજપના ધારાસભ્યો દળના નેતા પસંદ કરવા માટે બેઠકનું આયોજન થશે. જેમાં નવા નેતા સદનના નામ પર મહોર લગાવશે. આ બેઠક સોમવાર કે મંગળવારે હોવાની ચર્ચા હતી. હવે આ બેઠક 4 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Maharashtra : અજિત દિલ્હી રવાના, એકનાથે મિટીંગો રદ કરી, રુપાણીને સોંપાઇ જવાબદારી
સીએમની રેસમાં ફડણવીસ સૌથી મોખરે
મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી સીએમ ફેસ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. ભાજપ નેતાઓનો દાવો છે કે, ફડણવીસનું નામ મુખ્યમંત્રી માટે ફાઇનલ થઇ ચુક્યું છે. આ અગાઉ એનસીપી પ્રમુખ અજિત પવારે કહ્યું હતું કે, ભાજપના મુખ્યમંત્રી હશે અને એનસીપી, શિવસેના માંથી બે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવાશે.
મહાયુતિમાં કોણે કેટલી સીટો જીતી?
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત) જૂથ મુખ્ય રીતે છે. 288 સીટો પર ચૂંટણી લડેલા છે. મહાયુતીએ 233 સીટો જીતીને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી. ભાજપ 132 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. જ્યારે શિવસેનાએ 57 અને અન્ય એનસીપીએ 41 સીટો જીતી હતી.
આ પણ વાંચો : ગુજરાતનાં રાજકારણમાં 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નો ઉદય, Shankersinh Vaghela એ કહી આ વાત