ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પૂર્વ સાંસદ દીનુ સોલંકીના આરોપો પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જવાબ આપ્યો

ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા.
06:36 PM Feb 23, 2025 IST | PIYUSHSINH SOLANKI
ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા.

ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા હતા.

દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, હું કામ કરી કોઈ ઉપકાર નથી કરતો પગાર લઈ રહ્યો છું, મને ટીકાઓ પણ મળે છે હું સોમનાથ મહાદેવનો નાનો એવો ગણ છું મહાદેવે ઝેર પી લીધું હતું થોડું તો હું પણ પચાવી લઈશ.

ખનીજ માફીયાઓ પર તવાય મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડની ખનીજ ચોરી ઝડપી લિઝ ધારકો રોયલ્ટી ભરજો નહીતર તવાય થશે 30 ટકાનું ખનિજ ચોરીમાં સરકારને નુકશાન થાય છે. ખનીજ ચોરી થાય તો રોયલ્ટીના રૂપે 30 ટકા રૂપિયા સરકારમાં જતા અટકે મારી ભૂલ થાય તો કાન પકડાવાની છૂટ છે.

આજે કોડિયાર સુગર મિલ નજીક સરકારી રામ નગર પ્રાથમિક  શાળા  ખાતે ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત મંજૂર થયેલા કામો પૈકીના પૂર્ણ થયેલા કામોનું કલેક્ટર અને સાંસદ રાજેશ ચુડાસમા ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં કલેક્ટરે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સતત 17 મિનિટ સંબોધન કર્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

18મી તારીખે નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જેમાં કોડીનાર નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી. જેના પછી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન જાહેરસભા યોજાઇ હતી, જેમાં દિનુ સોલંકી પણ હાજર હતા. તેમણે મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા અને સરકાર તપાસ કરે તેવી માગ કરી હતી. સાથે જ કલેક્ટર વિરૂદ્ધ આંદોલનનું એલાન કરીને લોકોને તેમાં જોડાવાની અપીલ પણ કરી હતી.

2 તાલુકાની જમીનનો વિવાદ વર્ષ 1976થી ચાલતા દીવ, ઉના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની કરોડો રૂપિયાની કિંમતની 320 એકર જમીન દિનુ સોલંકીના કબજામાં છે તેવો આરોપ છે. આ જમીન અંગેની ટોચ મર્યાદાની અરજી ઉનાના નાયબ કલેક્ટરે 4 જાન્યુઆરી, 2025ના રોજ નામંજૂર કરી હતી. જેના કારણે આ 320 એકર જમીન ખાલી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ જમીન કોડીનારના અરીઠિયા, નગડલા અને ઉનામાં આવેલી છે.

આ પણ વાંચો: ભાજપ સાંસદ પરશોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને નવસારી પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયાં

Tags :
Allegationsbreaking newsCollector Digvijaysinh JadejaDinu SolankiGujarat NewsGujarat Politics
Next Article