ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ઘરઘાટી તરીકે ઘરમાં કામ કરી ચોરીને અંજામ આપતા કપલ સહિત ચાર ઝડપાયા

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ જો તમે ઘરકામ કરવા માટે ઘરઘાટી રાખતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદ શહેરમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક કપલે અન્ય એક મહિલા અને પુરુષની સાથે મળી બોડકદેવ વિસ્તારમાં ચાર જગ્યા ઉપર ચોરીને અંજામ આપ્યો હતો. ઘરકામ...
03:16 PM Aug 12, 2023 IST | Vipul Pandya
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ જો તમે ઘરકામ કરવા માટે ઘરઘાટી રાખતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદ શહેરમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક કપલે અન્ય એક મહિલા અને પુરુષની સાથે મળી બોડકદેવ વિસ્તારમાં ચાર જગ્યા ઉપર ચોરીને અંજામ આપ્યો હતો. ઘરકામ...
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
જો તમે ઘરકામ કરવા માટે ઘરઘાટી રાખતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદ શહેરમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક કપલે અન્ય એક મહિલા અને પુરુષની સાથે મળી બોડકદેવ વિસ્તારમાં ચાર જગ્યા ઉપર ચોરીને અંજામ આપ્યો હતો. ઘરકામ તરીકે કામ કરવા આવતા ઘરઘાટીઓ ઘરના માલિકને વિશ્વાસમાં લઈને ઘરની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લેતા હોય છે. પરંતુ ક્યાંક આ જ વિશ્વાસ ઘરમાલિક માટે વિશ્વાસઘાત બની જાય છે.   અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં એપ્રિલ માસની અંદર ઘરઘાટી તરીકે કામ કરવા આવેલા એક કપલે પાંચ દિવસની અંદર મકાન માલિકનો વિશ્વાસ જીતીને ઘરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. જેનો કુલ મુદ્દામાલ ₹3,50,000 કરતા પણ વધારે હતો. બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
ચાર ઝડપાયા
બોડકદેવ પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સિસ ના માધ્યમથી એક કપલ સહિત અન્ય બે આરોપીની ધરપકડ કરીને કુલ 8 લાખની આસપાસના મુદ્દામાલ કબજે કર્યો છે. અને તપાસમાં અન્ય ચાર ગુનાનો પણ ઉકેલાયો છે. બોડકદેવ પોલીસે વધુ પૂછપરછ કરતા અડાલજ પોલીસ સ્ટેશનની અંદર અગાઉ એક ગુનો નોંધાઈ ચૂકેલો આરોપી કે જે ફરાર હતો. જેની પણ ધરપકડ કરવામાં આવી છે.
તમામ આરોપી રાજસ્થાનના બાસવાડાના છે
બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ અભિષેક ધવને જણાવ્યું હતું કે ઘરઘાટી કામ કરતા ચાર લોકો પોતાના માલિકનો વિશ્વાસ કેળવી અને ઘરની અંદરથી તમામ કિંમતી ચીજ વસ્તુઓ લઈને ત્યાંથી ફરાર થઈ જતા અને અન્ય જગ્યા ઉપર કામ પર લાગી જતા હતા. જે પણ જગ્યા ઉપર કામ પર જતા ત્યાં પોતાના ઓળખ કાર્ડ હાજરમાં ના હોવાના બહાના કાઢીને ચારથી પાંચ દિવસની અંદર ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામ આરોપી રાજસ્થાનના બાસવાડાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યાર સુધીની અંદર કુલ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ શરુ કરી
બોડકદેવ પોલીસે હાલ તો વિસ્તારની અંદર થયેલી ચોરી ના ગુના સંદર્ભ વધુ તપાસ પણ હાથ ધરી છે કે અન્ય કોઈ જગ્યા પર આ ચાર લોકોએ ઘરઘાટી બની કે અન્ય રીતે ચોરી કરી છે કે કેમ...
આ પણ વાંચો---AHMEDABAD CRIME : કારમાં MLA ગુજરાતનું બોર્ડ લગાવી રોફ જમાવતા બે યુવકની સરખેજ પોલીસે ધરપકડ કરી
Tags :
Ahmedabadhousekeeperpolicetheft
Next Article