અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં કાર ખીણમાં ખાબકતા ભારતીય મૂળના ચાર લોકોના મોત
- અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં અકસ્માત થતા 4 લોકોના મોત
- ભારતીય મૂળના ચાર વૃદ્વના અકસ્માતમાં થયા મોત
- કાર ખીણમાં ખાબકતા સર્જાયો અકસ્માત
અમેરિકા (america) ના વેસ્ટ વર્જિનિયાથી ગમખ્વાર અકસ્માત (Accident in West Virginia)ના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય મૂળના ચાર વૃદ્વ લોકોના અકસ્માત માં મોત થયાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ન્યૂયોર્કથી અમેરિકાના વેસ્ટ વર્જિનિયા જઈ રહેલા ભારતીય મૂળના ચાર વૃદ્વ લોકોના મોત(Four elderly people of Indian origin die) થયા છે. આ તમામ લોકો પ્રભુપાદના પેલેસ ઓફ ગોલ્ડ, એક ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં તેમની કાર ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
નોંધનીય છે કે વેસ્ટ વર્જિનિયા પાસે કાર ખીણમાં ખાબકતા પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી પરતું આ અકસ્માતમાં 4 લોકોના મોત થયાની પુષ્ટિ માર્શલ કાઉન્ટી શેરિફ માઈક ડોહર્ટી દ્વારા આ કરવામાં આવી છે. મૃતકોની ઓળખ આશા દિવાન (85), કિશોર દિવાન (89), શૈલેષ દિવાન (86) અને ગીતા દિવાન (84) તરીકે કરવામાં આવી છે.
છેલ્લે 29 જુલાઈના રોજ જોવા મળ્યા હતા
ભારતીય મૂળના આ ચાર વૃદ્વો લીલા રંગની ટોયોટા કેમરી કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેનો નંબર EKW2611 હતો. માહિતી અનુસાર આ વૃદ્ધ લોકો છેલ્લે 29 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા, રેસ્ટોરન્ટના CCTV ફૂટેજમાં બે લોકો અંદર જતા જોવા મળ્યા હતા. તેમનો છેલ્લો ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પણ તે જ જગ્યાએ ટ્રેસ કરવામાં આવ્યો હતો. આના થોડા સમય પછી, પેન્સિલવેનિયા પોલીસની લાઇસન્સ પ્લેટ ઓળખ સિસ્ટમે ઇન્ટરસ્ટેટ-79 પર દક્ષિણ તરફ જતી તેમની કાર રેકોર્ડ કરી હતી.
શનિવારે મૃતદેહો મળી આવ્યા
અકસ્માતમાં સંડોવાયેલી કાર અને ચારેય મૃતદેહો શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ઢાળવાળી ખાડામાંથી મળી આવ્યા હતા. બચાવ ટીમ પાંચ કલાકથી વધુ સમય સુધી ત્યાં રહી. શેરિફ માઈક ડોહર્ટીએ પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે., માર્શલ અને ઓહિયો કાઉન્ટીના અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. કાઉન્સિલ ઓફ હેરિટેજ એન્ડ આર્ટ્સ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ પણ તેમને શોધવામાં મદદ કરી હતી.