ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Temple Robbery : શ્રાવણ મહિનામાં મહંતોને ફટકારી ત્રણ જિલ્લાના મંદિરો લૂંટનારી ટોળકી રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી

12 દિવસમાં 4 Temple Robbery કરનારી ટોળકીને રાજકોટ એલસીબી ટીમે પકડી પાડી એક ટ્વેલ બોર ગન, કાર, ટુ વ્હીલર સહિત 4.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
05:44 PM Aug 13, 2025 IST | Bankim Patel
12 દિવસમાં 4 Temple Robbery કરનારી ટોળકીને રાજકોટ એલસીબી ટીમે પકડી પાડી એક ટ્વેલ બોર ગન, કાર, ટુ વ્હીલર સહિત 4.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Temple Robbery : ઘરફોડ ચોરી, વાહન ચોરી જેવી ઘટનાઓ નિરંતર રાજ્યભરમાં બનતી રહે છે. આવી ઘટનાઓમાં પોલીસ અધિકારીઓ ક્યારેય પણ માનસિક દબાણ હેઠળ નથી આવતા. કેટલાંક વિશેષ કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પર ગુનાનો ભેદ ઉકેલવાનું દબાણ વધુ સક્રિય બને છે. આવી જ ગુના બન્યાં છે, સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં. 12 દિવસમાં 4 Temple Robbery કરનારી ટોળકીને રાજકોટ એલસીબી ટીમ (Rajkot LCB Team) એ પકડી પાડી એક ટ્વેલ બોર ગન, કાર, ટુ વ્હીલર સહિત 4.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મંદિરોમાં ઉપરાછાપરી લૂંટ ચલાવતી ટોળકીને રાજકોટ ગ્રામ્ય પોલીસે કેવી રીતે પકડી ? વાંચો આ અહેવાલમાં...

રાજકોટ રેન્જમાં Temple Robbery ની ઉપરાછાપરી ઘટનાઓ બની

રાજકોટ રેન્જ (Rajkot Range) માં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ કુલ પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ પોલીસ ચોપડે રાજકોટ રેન્જમાં મંદિર લૂંટના કિસ્સાઓ નોંધાવા લાગ્યા. ગત 25 જુલાઈના રાજકોટ-ગોંડલ હાઈવે પરના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં ધસી આવેલા બે ભાઈઓ અને એક સાગરિતે પ્રતિકાર કરનારા મહંતને માર મારી લૂંટ ચલાવી હતી. કેટલીક રોકડ તેમજ મહંતની લાયસન્સવાળી બંદૂક લૂંટાતા ગોંડલ પોલીસે ગુનો નોંધ્યો હતો. ગત 30 જુલાઈના રોજ મોરબીના ટંકારા ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે સાધ્વીને ધમકાવી 5 શખ્સોએ લૂંટ ચલાવી. ઑગસ્ટની 2જી તારીખે કોટડા સાંગાણીના સોળીયા ગામે હનુમાનજી મંદિર ખાતે લૂંટનો વિરોધ કરનારા મહંતને માર મારી ત્રણ શખ્સોએ રોકડ લૂંટી. ગત 6 ઑગસ્ટના રોજ સુરેન્દ્રનગરના ચોટીલા નાની મોલડી ગામે અંબાજી મંદિરમાં સાધ્વીને ધમકાવી 5 શખ્સોએ લૂંટ ચલાવી હતી. આમ પાંચ જિલ્લાની બનેલી રાજકોટ રેન્જના ત્રણ જિલ્લાઓમાં બનેલી Temple Robbery ની ઉપરાછાપરી ઘટનાઓએ પોલીસને દોડતી કરી દીધી.

ચોર ટોળકીએ કેમ Temple Robbery શરૂ કરી ?

ઘરફોડ અને વાહન ચોરી કરનારા બે સગા ભાઈ રાકેશ ઉર્ફે રાહુલ સોલંકી અને વિજય સોલંકીએ નાના-નાના મંદિરોને નિશાન બનાવવાનું નક્કી કર્યું. સીસીટીવી કેમેરા ના હોય તેવા નાના મંદિરોમાં આસાનીથી લૂંટ થાય તે માટે તેઓ અગાઉ રેકી પણ કરતા હતા. ધ્રોલ વિસ્તારમાં દુકાનમાંથી જીરાની ચોરી કરવાના ગુનામાં સોલંકી બંધુઓ સાથે સામેલ રોનક ભટ્ટ ભાડાની કાર ફેરવતો હોવાથી તેમાં આરોપીઓ જુદાજુદા સ્થળોની રેકી કરતા હતા. ગોંડલ પોલીસ સ્ટેશન (Gondal Police Station) ની હદમાં વાઘેશ્વર મહાદેવ મંદિરમાં લૂંટ સફળ થતા ટોળકીએ 12 દિવસમાં ઉપરાછાપરી ચાર Temple Robbery કરી નાંખી.

મોબાઈલ ફોન ઘરે રાખતા છતાં લૂંટારૂઓ પકડયા

રાજકોટ ગ્રામ્યમાં બે અને સુરેન્દ્રનગર-મોરબીમાં એક-એક એમ ચાર મંદિરોમાં થયેલી લૂંટની ઘટનાના પગલે Rajkot LCB દોડતી થઈ ગઈ હતી. રિબડાવાળાના પેટ્રૉલ પંપ પર ફાયરિંગનો કેસ અને મંદિરોમાં થતી ઉપરાછાપરી લૂંટ પોલીસ માટે પડકાર બની હતી. Temple Robbery કરતી ટોળકીને પકડવા ગ્રામ્ય પોલીસે રાજકોટ શહેરમાં જવા-આવવાના 11 રોડ પર લાગેલા 150 જેટલાં CCTV કેમેરાના ફૂટેજ મેળવ્યા. લૂંટની ઘટનાનું સ્થળ અને રાજકોટ શહેરથી ત્યાં પહોંચવા લાગતા સમયના અંદાજ અનુસાર અડધો ડઝન પોલીસ ટીમે ત્રણ દિવસ સુધી સતત ફૂટેજ જોયા અને એક શંકાસ્પદ બાઈક નંબર મળ્યો. જે બાઈક ચોર બંધુઓ પૈકી એક વિજય સોલંકીનું હતું. વિજયનો અને તેના ભાઈનો ભૂતકાળ ગુનાહિત હતો અને પોલીસે એક પછી એક ચારેય ભેદ ઉકેલી નાંખ્યા. અત્રે નોંધનીય છે કે, લૂંટ કરવા જતી ટોળકીના સાગરિતો પોલીસથી બચવા મોબાઈલ ફોન ઘરે મુકી દેતા અથવા દૂરથી સ્વીચ ઑફ કરી દેતા હતા.

આ પણ  વાંચો -ડીજીપી Vikas Sahay નો આદેશ મળતા નિર્લિપ્ત રાયની ટીમ 2 હજાર કિ.મી. દૂરથી વૉન્ટેડ આરોપી પકડી લાવી

પકડાયેલા ત્રણ આરોપીઓમાં બે રિઢા ગુનેગાર

રાજકોટ ગ્રામ્ય, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં Temple Robbery કરનારા 6 શખ્સો પૈકી ત્રણની રાજકોટ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા (PI Vijay V Odedara) અને તેમની ટીમે તાજેતરમાં ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સોમાં રાકેશ મુકેશ સોલંકી ઉર્ફે રાહુલ, રાકેશનો ભાઈ વિજય (બંને રહે. રાજકોટ મૂળ રહે. જેતપુર) અને રોનક રાજેશભાઈ ભટ્ટ (રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. પકડાયેલા ત્રણેય શખ્સોએ ધ્રોલ પોલીસ સ્ટેશનની હદમાં એક દુકાનમાંથી જીરા ચોરી કરી હતી. આ ઉપરાંત સોલંકી બંધુઓ વાહન ચોરી અને ઘરફોડ સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સૌરાષ્ટ્રના જુદાજુદા જિલ્લાઓમાં પકડાઈ ચૂક્યાં છે.

 

Tags :
Bankim PatelGondal Police StationGujarat FirstPI Vijay V OdedaraRajkot LCB TeamRajkot RangeTemple Robbery
Next Article