ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Temperature : આજથી લોકોને મળશે આ રાહત...!

Temperature : રાજ્યમાં આજથી લોકોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુદબ આજથી રાજ્યમાં તાપમાન (Temperature) માં 1થી 2 જિગ્રી સુધીનો ઘટાડો થશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે...
07:45 AM May 29, 2024 IST | Vipul Pandya
Temperature : રાજ્યમાં આજથી લોકોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુદબ આજથી રાજ્યમાં તાપમાન (Temperature) માં 1થી 2 જિગ્રી સુધીનો ઘટાડો થશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે...
Temperature PC GOOGLE

Temperature : રાજ્યમાં આજથી લોકોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુદબ આજથી રાજ્યમાં તાપમાન (Temperature) માં 1થી 2 જિગ્રી સુધીનો ઘટાડો થશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે.

રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. દિવસે જાણે અગનગોળા વરસતાંહ હોય તેવો અનુભવ થતો હતો. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લૂ અને હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા.

આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે

જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજહ રાજ્યમાં આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જેથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેશે સાથે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. પવનની દિશા બદલાતાં ગરમીની અસર ઓછી થઇ રહી છે.

અમદાવાદ 44.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

બીજી તરફ મંગળવારે અમદાવાદ 44.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં હીટવેવને કારણે બે લોકોના થયા મોત થયા હતા.

મંગળવારે નોંધાયેલું તાપમાન

આ પણ વાંચો----- Weather Forecast : અંગ દઝાડતી ગરમીથી મળશે રાહત! હવામાન વિભાગે કરી આગાહી

Tags :
AhmedabadforecastGujaratGujarat FirstheatwaveMeteorological DepartmentMONSOON 2024SummerTemperatureWeather
Next Article